Western Times News

Gujarati News

કલોલની શિક્ષિકાને ઘરમાં ઘૂસેલા શખ્સોએ 3 કલાક બંધક બનાવી

ગાંધીનગર,  કલોલમાં શિક્ષિકા મહિલાની બંધક અને અપહરણના કેસમાં સ્થાનિક પોલીસ, ન્ઝ્રમ્ અને ર્જીંય્એ તપાસ હાથ ધરી છે. મહિલાએ ફરિયાદ કરતા પોલીસે સીસીટીવીના આધારે એક શખસની ઓળખ કરી છે. ઉલ્લેખનીય છે કે, મહિલાના અપહરણ બાદ તેમણે પહેલા દાગીના પણ લેવાનો અજાણ્યા શખસો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો નહોતો.

તેમજ બંગલામાંથી ત્રણ કલાકથી વધુ સમય રહ્યા છતાંય કોઈ કિમતી વસ્તુ ગાયબ ન થઈ હોવાનું સામ આવતા રહસ્ય ઘેરાયું છે. આ કેસમાં શંકાસ્પદ યુવકની કોઈપણ પ્રકારની ભૂમિકા જણાશે તો આગળ વધુ ખુલાસાઓ કરવામાં આવશે. ઘટનાની વિગતો એવી છે કે,

કલોલનાં પંચવટી વિસ્તારમાં રહેતા મહિલા શિક્ષિકા દ્વારા છ અજાણ્યા શખ્સો સામે પોતાનાં ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરીને હાથ-પગ બાંધી તથા મોમાં ડુચો ભરાવીને કારમાં અપહરણ કરીને વિવિધ જગ્યાએ ફેરવીને છોડી દેવાની ફરિયાદ નોંધાઈ હતી. જાે કે અપહરણકર્તાઓ દ્વારા આવું શા માટે કરવામાં આવ્યું તે મહિલાને પણ હજી સુધી ખબર નથી.

કલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ૩૦ માર્ચના રોજ અલ્કાબેન ઘરે એકલા હતા ત્યારે ૩ વાગ્યે ડોરબેલ વાગી અને અલ્કાબેને દરવાજાે ખોલતા ૬ શખસો ઘરમાં ઘૂસી ગયા અને દરવાજાે બંધ કરીને અલ્કાબેનને બંધક બનાવી દીધા હતા અને મો પર સેલોટેપ મારીને ફેસ પર કાળી ટોપી પહેરાવી દીધી હતી

અને આસરે ૩ કલાકમાં સુધી ઘરમાં જ રહ્યા બાદ અલ્કાબેનનું કારમાં અપહણર કરીને લઈ ગયા હતા અને થોડીવાર ફેરવ્યા બાદ બાંધેલી હાલતમાં છોડી દીધા હતા. જેમ તેમ કરીને અલ્કાબેને પતિને ફોન કરીને જાણ કરતા તેઓ ઘરે લઈ ગયા હતા અને સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી.

ફરિયાદ અનુસાર અલ્કાબેને સોનાની બંગડીઓ, હાથે વીંટીઓ તથા કાનમાં બુટ્ટીઓ તથા શેરો પહેરેલા હતા. આ ઉપરાંત ઘરમાં પણ દાગીના તથા રોકડ હતી. જાે કે, ઘરમાં ઘૂસેલા અને અપહરણ કરનારા શખસો આ બધુ જ સલામત રહેવા દીધુ હતુ. જેથી તેમણે કયાં કારણોસર અલ્કાબેનનું અપહરણ કર્યુ તે જાણવા પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.