Western Times News

Latest News from Gujarat

ઈમરાન ખાન વિરુદ્ધનો અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવાયો

(એજન્સી)ઇસ્લામાબાદ, ઈમરાન ખાન વિરુદ્ધ લાવવામાં આવેલો અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવવામાં આવ્યો છે.ઉપરાંત ૨૫ એપ્રિલ સુધી સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે.પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે સંસદમાં મતદાન થવાનુ હતુ.પરંતુ ઈમરાને સંસદ ભંગ કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો.આ સાથે હાલ પાકિસ્તાનમાં ફરી એક વાર ચુંટણી થાય તેવા સંકેતો મળી રહ્યા છે.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફની આગેવાનીવાળી સરકારનું ભવિષ્ય નક્કી કરવા માટે નેશનલ એસેમ્બલીનું સત્ર સવારે ૧૧ઃ૩૦ વાગ્યે શરૂ થયુ હતુ. આ સ્થિતિ વચ્ચે ઈમરાને ખાને કહ્યું હતુ કે તેમની સામેનો અવિશ્વાસ પ્રસ્તાવ તેમને સત્તા પરથી દૂર કરવાના “આંતરરાષ્ટ્રીય કાવતરા”નો એક ભાગ છે.

આ પહેલા ઈમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને તેમને ‘મિની ટ્રમ્પ’ ગણાવ્યા હતા અને ટિ્‌વટરને તેમના ઉશ્કેરણીજનક ટિ્‌વટ્‌સ સામે પગલાં લેવા વિનંતી કરી હતી. તમને જણાવી દઈએ કે હિંસાને પ્રોત્સાહિત કર્યા બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટિ્‌વટર એકાઉન્ટ જાન્યુઆરી ૨૦૨૧માં કાયમ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યુ હતું. તેમના પર આ આરોપ કિબર પખ્તુનખ્વાના મુખ્યપ્રધાન મહમૂદ ખાનને અભિનંદન આપતા ટિ્‌વટના સંબંધમાં આવ્યો હતો.

ઈમરાન ખાને કહ્યું હતુ કે ખૈબર પખ્તુનખ્વામાં સ્થાનિક ચૂંટણીમાં તેમની પાર્ટીની જીત એ તમામ રાષ્ટ્ર વિરોધીઓ માટે પ્રારંભિક ચેતવણી છે. તમને જણાવી દઈએ કે આ ટ્‌વીટ પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો કે ઈમરાન ખાન વિપક્ષને દેશદ્રોહી અને અમેરિકન એજન્ટ કહી રહ્યા છે.

ઈમરાન ખાને શનિવારે પાકિસ્તાની યુવાનોને અવિશ્વાસ પ્રસ્તાવ પાછળના વિદેશી ષડયંત્ર સામે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવા વિનંતી કરી હતી. લાઈવ સેશનમાં બોલતા ઈમરાન ખાને યુવાનોને કહ્યું હતુ કે તેઓ પાકિસ્તાન આર્મીની ટીકા ન કરે.

આ પહેલા ઈમરાન ખાને કહ્યું હતું કે પાકિસ્તાની સેનાએ તેમની સામે ત્રણ વિકલ્પ રાખ્યા છે રાજીનામું આપો, વહેલી ચૂંટણી યોજાે અથવા અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરો. જાે કે બાદમાં સેનાએ પણ આ દાવાને ખોટો ગણાવ્યો હતો. સેનાએ કહ્યું કે તેણે કોઈ ત્રણ વિકલ્પ આપ્યા નથી, પરંતુ વડાપ્રધાન પોતે દેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ પર ચર્ચા કરવા માટે એક બેઠક યોજવા માગે છે.

ઈમરાન ખાને પોતાના રાષ્ટ્રજાેગ સંબોધનમાં જણાવ્યું કે, તેમણે રાષ્ટ્રપતિ સમક્ષ સંસદ ભંગ માટે ભલામણ કરી છે. અવિશ્વાસ પ્રસ્તાવ રદ્દ કરવામાં આવ્યો તે ર્નિણય યોગ્ય છે. આ સાથે જ તેમણે પોતાના વિરૂદ્ધ વિદેશી ષડયંત્ર રચાયું હોવાનો દાવો કર્યો હતો. ઈમરાન ખાને દેશની જનતાને નવી ચૂંટણીની તૈયારી કરવા માટે પણ આહ્વાન કર્યું હતું.

ઈમરાન ખાને કહ્યું હતું કે, વિદેશી લોકોના હાથમાં ભેગા થઈ, પૈસાના જાેરે લોકો કામ કરી રહ્યા છે. મેં રાષ્ટ્રપતિને ભલામણ કરી છે કે એસેમ્બ્લી ભંગ કરે. આપણે લોકશાહીમાં છીએ. આપણે પ્રજા નક્કી કરે એ રીતે નવી સરકાર બનાવીએ. પ્રજાનો ર્નિણય શિરમોર છે.

નેશનલ અસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સૂરીએ પાકિસ્તાની બંધારણની કલમ ૫નો હવાલો આપીને મતદાન વગર જ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. આ સાથે જ આગામી ૨૫મી એપ્રિલ સુધી સંસદને સ્થગિત કરી દેવામાં આવી છે.
પાકિસ્તાનની સંસદમાં ભારે મોટો ડ્રામા થયો છે.

પાકિસ્તાનની સંસદે વડાપ્રધાન ઈમરાન ખાન સામેનો અવિશ્વાસનો પ્રસ્તાવ ફગાવી દીધો છે. પાકિસ્તાનની નેશનલ અસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સૂરીએ વિદેશી ષડયંત્રનો આરોપ લગાવીને અવિશ્વાસનો પ્રસ્તાવ ફગાવી દીધો છે. કાસિમ ખાન સૂરીએ જણાવ્યું કે, અન્ય કોઈ દેશને પાકિસ્તાનની સરકાર ભંગ કરવા પ્રયત્ન કરવાનો અધિકાર નથી.

આ સાથે જ સદનમાં મતદાન નથી થઈ શક્યું અને પાકિસ્તાન નેશનલ અસેમ્બલીની કાર્યવાહીને સ્થગિત કરી દેવામાં આવી છે. આગામી ૨૫ એપ્રિલના રોજ સંસદની આગામી બેઠકનું આયોજન થશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers
wpChatIcon