Western Times News

Gujarati News

ઓસ્ટ્રેલિયાએ ICC મહિલા વર્લ્ડકપ ૨૦૨૨નો ખિતાબ જીત્યો

(એજન્સી) ક્રાઇસ્ટચર્ચ, ઓસ્ટ્રેલિયાએ ઇગ્લેંડને ૭૧ રનથી હરાવીને સાતમી વાર ICC મહિલા વનડે વર્લ્ડકપનો ખિતાબ જીતી લીધો. ઓસ્ટ્રેલિયાની આખી ટૂર્નામેન્ટમાં શાનદાર રમત રમી. ઇગ્લેંડની કેપ્ટન હીથર નાઇટે ટોસી જીતીને પહેલાં બોલીંગ કરવાનો ર્નિણય લીધો.

ઓસ્ટ્રેલિયાએ બેટીંગ કરતાં ઇગ્લેંડ ટીમને જીતવા માટે ૩૫૭ રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો. ૩૫૭ રનનો પીછો કરવા ઉતરેલી ઇગ્લેંડ ટીમ ક્યારેય લયમાં જાેવા મળી નહી. ટીમ નિયમિત અંતરે વિકેટ ગુમાવતી રહી. ઇગ્લેંડ માટે નેટ સેવિયરે ૧૪૮ રનની ઇનિંગ રમી, પરંતુ તે પણ પોતાની ટીમને જીત અપાવી શકી નહી. આ ઉપરાંત કોઇપણ અન્ય બેટ્‌સમેન ૩૦ રન સુધી પહોંચી શક્યા નહી અને છેલ્લે આખી ટીમ ૪૩.૪ ઓવરમાં ૨૮૫ રન પર આઉટ થઇ ગઇ. ઓસ્ટ્રેલિયા માટે એલાના કિંગએ ખતરનાક બોલીંગ કરતાં ૩ વિકેટ પ્રાપ્ત કરી.

ઓસ્ટ્રેલિયાએ પહેલાં બેટીંગ કરતાં ૩૫૬ રનનો વિશાળ સ્કોર બનાવ્યો. એલિસા હેલીએ ૪૧ રનના સ્કોર પર મળેલા જીવતદાનનો શાનદાર ફાયદો ઉઠાવીને ૧૩૮ બોલ પર ૨૬ ચોગ્ગાની મદદથી ૧૭૦ રન બનાવ્યા. તેમણે પોતાની ઓપનિંગ જાેડી રાચેલ હેન્સ (૯૩ બોલમાં ૬૮) સાથે પહેલી વિકેટ માટે ૧૬૦ રન અને બેથ મૂની (૪૭ બોલમાં ૬૨)ની સાથે બીજી વિકેટ માટે ૧૫૬ રનની ભાગીદારી કરી.

ઓસ્ટ્રેલિયા તરફથી લેગ સ્પિનર એલના કિંગે ૬૪ રન આપીને ત્રણ જ્યારે સ્પિનર જેસ જાેનાસેનએ ૫૭ રન આપીને ત્રણ વિકેટ લીધી. ફાસ્ટ બોલર મેગાન શટે ૪૨ રન આપીને બે વિકેટ પ્રાપ્ત કરી.

ઓસ્ટ્રેલિયાઇ એલિસા હેલીએ પુરૂષ અને મહિલા કપની ફાઇનલમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો નવો રેકોર્ડ પણ બનાવ્યો. ત્યારબાદ એડમ ગિલક્રિસ્ટ (૧૪૯, વર્લ્‌ડકપ ૨૦૦૭) રિકી પોટિંગ (૧૪૦, વર્લ્‌ડકપ ૨૦૦૩) અને વિવ રિચર્ડ્‌સ (૧૩૮ વર્લ્‌ડકપ ૧૯૭૯) નો નંબર આવે છે.

ઇગ્લેંડની ખરાબ શરૂઆત રહી ઇગ્લેંડની બંને ઓપનર્સ સાત ઓવરમાં પેવેલિયન પરત ફરી. ડૈની વાયટ ૯૪) અને ટૈમી બ્યૂમોંટએ ( ૨૭) રન બનાવ્યા. કેપ્ટન હીથર નાઇટ (૨૪) પર મોટી જવાબદારી હતી, પરંતુ તે સાઇવર સાથે ઇનિંગ સંભાળવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યારે લેગ સ્પિનર કિંગે તેમને આઉટ કરી દીધી. નવા બેટ્‌સમેન એમજી જાેન્સ (૨૦) પર મોટા સ્કોરનું દબાણ હતું.

તેમણે જાેનાસેનના બોલ પર મિડ ઓફ પર કેચ આપ્યો. સાઇવરે એક છેડેથી રન બનાવવાની જવાબદારી ઉપાડી. પરંતુ બીજા છેડે તેમેને સપોર્ટ ન મળ્યો. કિંગએ સોફિયા ડંકલે (૨૩) ને બોલ્ડ કરીને તેમને પણ સાઇવરના સાથે મોટી ભાગીદારી કરવા ન દીધી. તેમણે નવા બેટ્‌સમેન કૈથરીન બ્રંટને (૧) રનમાં પેવેલિયનનો રસ્તો બતાવી દીધો. જ્યારે એક છેડેથી વિકેટ ખરતી જતી હતી. ત્યારે સાઇવરે ૯૦ બોલમાં પાંચમી સદી પુરી કરી લીધી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.