Western Times News

Gujarati News

ખૂબ જ ફૂડી છે આયુષ્માન ખુરાનાનો ભાઈ અપારશક્તિ

મુંબઇ, બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાનો ભાઈ અપારશક્તિ ખુરાના હાલમાં જ ભોપાલ, આગ્રા અને દિલ્હીમાં શૂટિંગ પૂરું કરીને મુંબઈ પરત ફર્યો છે. ઘરે જઈને શું કરવું પસંદ છે તે વિશે વાત કરતા અપારશક્તિ ખુરાનાએ જણાવ્યું કે મને પલંગ પર આરામ કરતા-કરતા બટર ચિકન ખાવાનું ખૂબ પસંદ છે.

મારું જીવન જાણે કે ખાવાનું જ છે અને હું હંમેશાં વિચારતો રહું છું કે હવે શું જમીશ? પોતાના બેડટાઈમ વિશે વાત કરતા અપારશક્તિ ખુરાનાએ જણાવ્યું કે સૂતા પહેલા મોબાઈલ ફોનને સાઈલન્ટ પર મૂકી દઉં છું અને જ્યારે તૈયાર થઉં ત્યારે ૩૦ મિનિટનો સમય લાગે છે.

હવે હું મારી દીકરીને સમય આપવા માગું છું માટે બહાર હોઉં ત્યારે જલદી ઘરે પહોંચવાનો પ્રયાસ કરું છું. અહીં નોંધનીય છે કે બોલિવૂડ અભિનેતા અપારશક્તિ ખુરાના અને તેની પત્ની આકૃતિ અહુજા ૨૭ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ એક દીકરીના માતા-પિતા બન્યા હતા.

અપારશક્તિએ પોતાની દીકરીનું નામ આરઝોઈ રાખ્યું છે. પિતા બન્યા પછી અપારશક્તિએ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે આ ખુશખબર શેર કરી હતી. અપારશક્તિનો જીવ આરઝોઈમાં વસે છે. અપારશક્તિએ દીકરી માટે લખ્યું હતું કે, તારો જન્મ થયો ત્યારથી જીવન એક સારી બોલિવૂડ ફિલ્મ જેવુ બની ગયું છે. તારા કારણે મને સમજાય છે કે સપના સાકાર થવાનો અર્થ શું છે.

તારા કારણે હું પરિવાર શબ્દને વધારે સારી રીતે સમજી શક્યો છું. આરઝોઈ, અત્યારે આ વાત સમજવા માટે તુ ઘણી નાની છે, પરંતુ હું તને વચન આપુ છું કે દરેક સ્થિતિમાં તારો સાથ આપીશ. સફળતા હોય કે નિષ્ફળતા, હું તારી પડખે રહીશ. ઝુઝુ, તુ ગમે તેટલી મોટી કેમ ન થઈ જાય, મારા માટે તુ હંમેશા નાની જ રહીશ.

હવે મને સમજાય છે કે તારા દાદા-દાદી જ્યારે કહેતા હતા કે, માતા-પિતા માટે બાળકો હંમેશા બાળક જ રહે છે, તેનો અર્થ શું હતો. જ્યારે હું તારા માટે અરઝિયા સારી મેં ચેહરે પે ગીત ગાઈને તને સુવડાવુ છું અને તુ મારા ખોળામાં સુતી હોય છે તો તને જાેવાનો અનુભવ અદ્દભુત હોય છે. શું તે સંગીતની શક્તિ છે કે પછી મારો અવાજ એવો છે કે તને વિચાર આવતો હશે કે, આ સાંભળવા કરતા મારે સુઈ જવું જાેઈએ.

પ્રેમ અને માત્ર પ્રેમ, તારા પાપૂ. એક્ટર આયુષ્માન ખુરાનાએ ભાઈ અપારશક્તિ માટે લખ્યું હતું કે ‘જ્યારે તારો જન્મ થયો ત્યારે હું લગભગ ૩ વર્ષનો હતો. મને તે દિવસ હજુ યાદ છે. મારા વાળ લાંબા હતા અને પપ્પાએ ટાઈટ પોની કરી દીધી હતી. જેના કારણે હું રડવા માગતો હતો.

મેં તેમની સામે મજબૂત હોવાનો ડોળ કર્યો અને વિચાર્યું કે જ્યારે મમ્મી આવશે ત્યારે રડીશ. મમ્મી હોસ્પિટલમાં હતી પરંતુ જ્યારે મેં તને પહેલીવાર જાેયો તો હું મારા બધા દુઃખ ભૂલી ગયો. તું સુંદર હતો અને તું એક સારા વ્યક્તિ તરીકે મોટો થયો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.