Western Times News

Gujarati News

કપિલે હિમાચલ પ્રદેશમાં ધામધૂમથી ઉજવ્યો બર્થ ડે

મુંબઇ, એક્ટર અને કોમેડિયન કપિલ શર્માનો ૨ એપ્રિલે જન્મદિવસ હતો. કપિલ શર્માએ પરિવાર અને મિત્રો સાથે હિમાચલ પ્રદેશમાં બર્થ ડે ઉજવ્યો હતો.

કપિલ હાલ પરિવાર અને મિત્રો સાથે અહીં ફૂરસતનો સમય ગાળી રહ્યો છે ત્યારે બર્થ ડેનું ધમાકેદાર સેલિબ્રેશન પણ કર્યું હતું. સોશિયલ મીડિયા પર કપિલની બર્થ ડે પાર્ટીના કેટલાક વિડીયો વાયરલ થયા છે જેમાં તેની સાથે પત્ની ગિન્ની ચતરથ, દીકરી અનાયરા અને દીકરો ત્રિશાન તેમજ મમ્મી જાેવા મળે છે.

કપિલ શર્મા સંગીત પ્રેમી છે ત્યારે તેની બર્થ ડે પાર્ટીમાં પણ મ્યૂઝિક નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. કપિલ પાર્ટીમાં ગાતો અને નાચતો જાેવા મળી રહ્યો છે. સિંગર જસ્સીએ કપિલની બર્થ ડે પાર્ટીના સિંગિંગ સેશનની વિવિધ તસવીરો શેર કરી છે.

સિંગર તેજી બાજવાએ પણ બર્થ ડે પાર્ટીનો એક વિડીયો શેર કરતાં લખ્યું, “લાફ્ટર કિંગ કપિલ શર્માને જન્મદિવસની શુભકામના. તમારા ખાસ દિવસે પર્ફોર્મ કરીને ગર્વ અનુભવું છું. હું મળ્યો છું તેમના સૌથી નમ્ર અને ટેલેન્ટેડ વ્યક્તિ પૈકીના એક તમે છો.

તમને અને તમારા પરિવારને અભિનંદન. ભગવાન તમને દીર્ઘાયુ બનાવે અને સ્વાસ્થ્ય સારું રાખે. આ રાતને યાદગાર બનાવવા માટે જસ્સી પાજી અને યાસિર હુસૈનનો આભાર.” યાસિર હુસૈને પણ કપિલ શર્મા સાથેનો એક વિડીયો શેર કર્યો છે. જેમાં કપિલ પણ ગાવામાં સિંગરનો સાથ આપતો જાેવા મળે છે.

કપિલ શર્માની બર્થ ડે પાર્ટીનો અન્ય એક વિડીયો સામે આવ્યો છે જેમાં નિયોન લાઈટથી ‘હેપી બર્થ ડે’ લખવામાં આવ્યું છે. કપિલ શર્મા માટે મ્યૂઝિકની થીમવાળી કેક લાવવામાં આવી હતી. પાર્ટીમાં સંગીતનો આનંદ કપિલ ઉપરાંત તેના બાળકો, પત્ની અને મમ્મી પણ લેતાં જાેવા મળે છે. કપિલ શર્માના બર્થ ડે પર અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટીથી માંડીને બોલિવુડ અને ટેલિવુડના અનેક સેલિબ્રિટીઝે શુભેચ્છા પાઠવી હતી. કપિલ શર્મા હાલ પોતાના કરિયરનો સારો સમય માણી રહ્યો છે.

થોડા મહિના પહેલા જ તેનું ઓટીટી પ્લેટફોર્મ માટેનું સ્ટેન્ડ અપ સ્પેશિયલ રિલીઝ થયું હતું. આ સિવાય તેણે નંદિતા દાસ સાથે ભુવનેશ્વરમાં એક ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. આ ઉપરાંત કપિલ શર્માની બાયોપિક બનવાની છે. કપિલ શર્મા જૂન અને જુલાઈમાં યુએસ-કેનેડાની ટૂર પર પણ જવાનો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.