Western Times News

Gujarati News

કૂવામાંથી ૨૪ વર્ષની માતા સાથે દીકરા-દીકરીના મૃતદેહ મળ્યા

પોરબંદર, કુતિયાણા તાલુકાના દેવડા ગામમાં કાદીનેશ વિસ્તારમાં કૂવામાંથી એક સાથે ત્રણ મૃતદેહો મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

નાનકડના ગામમાં આવી ઘટનાના સમાચાર વાયુવેગ ફેલાતા લોકોનાં ટોળેટોળા એકત્ર થયા હતા. એક જ પરિવારના ૩ લોકોના મૃતદેહ કૂવામાંથી મળી આવ્યા છે. ૨૪ વર્ષીય માતાએ પોતાના ૨ વર્ષના પુત્ર અને દોઢ માસની દીકરી સાથે આત્મહત્યા કરી હોવાની શક્યતા પોલીસ દ્વારા સેવવામાં આવી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આત્મહત્યાની ઘટના હોવાનું સામે આવ્યું છે.

પતિ-પત્ની વચ્ચે સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલી બાદ ઘટના બની હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે. ઘટનાને પગલે કુતિયાણા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો પોલીસે ત્રણેવના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે.

આસપાસના લોકોની તપાસ પણ શરૂ કરી છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, સુરતના પાલ ઉમરા બ્રિજ પરથી પસાર થતા હતા ત્યારે એક યુવતી બ્રિજ પરથી આપઘાત કરવા પહોંચી હતી. જાેકે સ્થાનિક લોકોએ યુવતીને બચાવી લીધી હતી પણ યુવતીને લઈને પોતાનો કાફલો રોકાવી યુવતીને સમજાવી પોલીસ સ્ટેશન મોકલવાની કામગીરી કરી હતી.

ભૂતકાળમાં ગૃહમંત્રી બન્યા તે સમયે પણ સુરતના સરદાર બ્રિજ પરથી કોઈ વ્યક્તિ આપઘાત માટેનો પ્રયાસ કર્યો હતો ત્યારે પણ ગૃહમંત્રીએ પોતાનો કાફલો રોકાવી યુવકનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમાં નિષ્ફળ રહ્યા હતા ત્યારે આજની આ યુવતીને જીવ બચાવવામાં સફળ રહ્યા સાથે સાથે તેને સમજાવી ઘરે મોકલવામાં પણ સફળ રહ્યા હતા. આમ હર્ષ સંઘવીએ પોતે ગુજરાતના એક જવાબદાર ગૃહમંત્રી હોવાની ફરજ નિભાવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.