Western Times News

Gujarati News

CBI હવે “પાંજરાનો પોપટ” નથીઃ કેન્દ્રીય કાયદા મંત્રી

નવીદિલ્હી, કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે સીબીઆઈ હવે “પાંજરાનો પોપટ” નથી જે કોઈના ઈશારે કામ કરે છે. તેમણે કહ્યું કે હવે સૌથી મોટી ગુનાહિત તપાસ એજન્સી પોતાની ફરજ પૂરી કરી રહી છે. “એક સમય હતો જ્યારે લોકો કહેતા હતા કે શાસક પક્ષ સીબીઆઈનો ઉપયોગ કરે છે. “કેટલાક અધિકારીઓને કારણે સમસ્યા હતી પરંતુ હવે તેઓ અધિકારીઓ નથી.

એક ટિ્‌વટમાં કિરેન રિજિજુએ કહ્યું કે, સીબીઆઇ હવે પિંજરામાં બંધ પોપટ નથી. તે ભારતની સૌથી મોટી તપાસ એજન્સી તરીકે તેની ફરજાે નિભાવે છે. તેણે સીબીઆઈ અધિકારીઓની પ્રથમ કોન્ફરન્સનો વીડિયો પણ શેર કર્યો હતો. તેમણે કહ્યું કે, આજે જે વડાપ્રધાન છે, તેઓ પોતે ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યા છે.

નોંધનીય છે કે ૧ એપ્રિલના રોજ ડીપી કોહલી મેમોરિયલ લેક્ચરમાં ચીફ જસ્ટિસ એ.વી. રમનાએ કહ્યું હતું કે સીબીઆઈની વિશ્વસનીયતા પર કેટલાક સવાલો ઉભા થયા છે. કેટલાક કિસ્સાઓમાં, સમય વીતવાની સાથે, સીબીઆઈની કાર્યવાહી અથવા નિષ્ક્રિયતા પ્રશ્નના ઘેરામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તમામ તપાસ એજન્સીઓને એક છત નીચે લાવવા માટે એક સ્વતંત્ર સંસ્થા બનાવવામાં આવે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.