Western Times News

Gujarati News

ટાટા પાવર રિન્યૂએબલ્સે ધોલેરામાં 1320 એકરમાં 300 મેગાવોટનો સોલર પ્લાન્ટ કાર્યરત કર્યો

પ્લાન્ટ દર વર્ષે 704340 એમટી કાર્બનનું ઉત્સર્જન ઘટાડશે

ટાટા પાવરની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટાટા પાવર રિન્યૂએબલ્સ એનર્જી લિમિટેડ (ટીપીઆરઇએલએ ગુજરાતના ધોલેરામાં 300 મેગાવોટનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ ભારતની સૌથી મોટી સિંગલ-એક્સિસ સોલર ટ્રેકર સિસ્ટમ છે. આ પ્રોજેક્ટ વર્ષે 774 એમયુ ઊર્જા પેદા કરશે.

આ સાથે દર વર્ષે 704340 એમટી/વર્ષ કાર્બન ઉત્સર્જન ઘટાડશે. 873012 મોનોક્રિસ્ટલાઇન પીવી મોડ્યુલ્સનું ઇન્સ્ટોલેશન થયું છે. પ્રોજેક્ટ નિર્ધારિત સમયમર્યાદામાં શરૂ થઈ ગયો છે.

ઉદ્યોગ માટે કોવિડ-19 સાથે સંબંધિત વિવિધ પડકારો હોવા છતાં ટીપીઆરઇએલએ એની ટાટા પાવરની ઇપીસી કંપની ટાટા પાવર સોલર સિસ્ટમ્સ લિમિટેડએ એની ઉત્કૃષ્ટ પ્રોજેક્ટ અમલક્ષમતા અને અનુભવને કારણે નિર્ધારિત સમયગાળામાં પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

ટાટા પાવર કસ્ટમાઇઝ સોલ્યુશનનું મેનેજમેન્ટ કરે છે, જેનો આધાર ભૌગોલિક સ્થાનો અને જમીનની સ્થિતિ પર છે, 220 એકરના એક એવા છ અલગ-અલગ પ્લોટમાં કુલ 1320 એકરમાં ઇન્સ્ટોલેશન થયું છે.

નિર્માણના સમયગાળા દરમિયાન સાઇટ પર હવામાનની સ્થિતિઓ અકળ હતી, જેથી અતિ ભારે વરસાદમાં 33 કેવી કેબલનો ટ્રેન્ચ પાણીમાં ડૂબી ગઈ હતી. જોકે ફ્લોટર્સની મદદ સાથે અમલીકરણ ટીમે લોકેશન પર એચટી કેબલ્સ પાથર્યા છે. પરંપરાગત અંડરગ્રાઉન્ડ કેબલ પાથરવાને બદલે મેદાનથી 500 મીટર કેબલ સ્થાપિત કરવા પ્રી-કાસ્ટ બેલાસ્ટનો પણ ઉપયોગ થયો હતો. હવામાન, મશીનરી અને મેનપાવરની અવરજવર જેવા પડકારો હોવાં છતાં પ્રોજેક્ટ સફળતાપૂર્વક શરૂ થયો હતો.

આ પ્રોજેક્ટ શરૂ થવા પર ટાટા પાવરના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર ડો. પ્રવીર સિંહાએ કહ્યું હતું કે, “ગુજરાતના ધોલેરામાં નિર્ધારિત સમયમર્યાદામાં 300 મેગાવોટના સોલર પ્લાન્ટની ભારતની સૌથી મોટી સિંગલ-એક્સિસ સોલર ટ્રેકર સિસ્ટમ શરૂ કરવી ટાટા પાવર માટે ગર્વની ક્ષણ છે.

અમારી ટેકનિકલ કુશળતા અને પ્રોજેક્ટ અમલીકરણ કૌશલ્યો સોલર ઇપીસી સ્પેસમાં અમારી સ્થિતિને વધારે મજબૂત કરશે તથા ભારતને પુનઃપ્રાપ્ય ઊર્જાની વૃદ્ધિમાં મોખરે રાખવામાં મદદરૂપ થશે. ”

300 મેગાવોટના ઉમેરા સાથે ટાટા પાવરની પુનઃપ્રાપ્ય ઊર્જાની કાર્યકારી ક્ષમતા હવે 3,400 મેગાવોટ થશે, જેમાં 2,468 મેગાવોટ સૌર ઊર્જા અને 932 મેગાવોટ પવન ઊર્જા છે. ટાટા પાવરની કુલ પુનઃપ્રાપ્ય ઊર્જા 5,020 મેગાવોટ છે, જેમાં 1,620 મેગાવોટની ક્ષમતા ધરાવતા વિવિધ પુનઃપ્રાપ્ય પ્રોજેક્ટ અમલીકરણના વિવિધ તબક્કાઓમાં છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.