Western Times News

Latest News from Gujarat India

ગુજરાતમાં હજુ બે દિવસ હીટવેવની આગાહી

અમદાવાદ, ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. જેમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જેના લીધે લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે.

આ ઉપરાંત આગામી ત્રણ દિવસ હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાલનપુરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ શહેરમાં હજી પણ ગરમીનો પારો ઉપર જશે. તો બીજી તરફ કાળઝાળ ગરમીને પગલે લોકોને કામ વિના ઘરની બહાર ન નીકળવા માટે હવામાન વિભાગે અપીલ કરી છે.

ચોમાસામાં આભ માંથી વરસાદ વરસી રહ્યો હોય તેમ હાલમાં આભ માંથી અગન ગોળા વરસી રહ્યા હોય તેમ ગરમી પડી રહી છે. અને તેમાં પણ હજુ રાજ્યમાં બે દિવસ ગરમી યથાવત રહેવા અને હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers