Western Times News

Latest News from Gujarat India

વિઝન ચાઈલ્ડ કેર પલાણા સ્કુલનુ ગોરવ 

ખેડા જિલ્લાની શાળાનો આખા ભારતમાં ડંકો, રમતવીરોએ રાષ્ટ્રીય ક્ષેત્રે ગોલ્ડ-સિલ્વર અને બ્રોન્ઝ મેડલો હાંસલ કર્યા
(પ્રતિનિધિ)નડિયાદ, વિઝન એજ્યુકેશન ગ્રૂપ-નડિયાદ” દ્વારા ગુજરાતના રમતવીરોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઈન્ટરનેશનલ ગેમ્સ -૨૦૨૨-૨૩ માં વારાણસી (ઉત્તરપ્રદેશ) માં તા-૨૯-૩-૨૨ થી તા ૩૧-૩-૨૨ સુધી ગુજરાત,તમિલનાડુ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ,પ.બંગાળ, હરિયાણા, હિમાચલ પ્રદેશ રાજ્ય તથા નેપાળ,ભૂતાન,શ્રીલંકા દેશ માંથી આવેલ રમતવીરો એ એથલેટિક ગેમ્સ,જોમાસાર,કરાટે,ટેકવોન્ડો,પેરા જોમાસાર માં ભાગ લીધો હતો.
ગુજરાત રાજયના અલગ અલગ જીલ્લામાંથી ભાગ લીધેલ રમતવીરો માં “વિઝન ચાઈલ્ડ કેર -પલાણા” ના રમતવીરો એ પણ ભાગ લીધો હતો. તેમાં બે ગોલ્ડ મેડલ મેળવીને આવેલ રમતવીરોનું કુમ કુમ તિલક તથા પુષ્પહાર પહેરાવી મોં મીઠું કરાવીને “વિઝન એજ્યુકેશન ગ્રૂપ-નડિયાદ” દ્રારા વડોદરા(છાયા પુરી) રેલ્વે સ્ટેશન પર આપણા ગુજરાત રાજ્ય ના રમતવીરો નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.તથા વિઝન ચાઈલ્ડ કેર સ્કુલ પલાણા ના ટ્રસ્ટીઓ તથા શાળાના શિક્ષકોએ વિધાર્થીઓને વધાવી લીધા હતા
Copyright © All rights reserved. | Developed by Aneri Developers