Western Times News

Latest News from Gujarat India

નરેશ પટેલ કોંગ્રેસમાં જાેડાઇ નેતૃત્વ સંભાળે તો તેમાં રાજકીય ભૂકંપ કેમ સર્જાયો છે?!

ગુજરાતના લેઉવા પાટીદાર અગ્રણી અને સમાજસેવક નરેશભાઇ પટેલ રાજકારણમાં પ્રવેશ કરી અને કોંગ્રેસમાં જાેડાઇ સરદાર પટેલની જેમ નેતૃત્વ સંભાળે તો તેમાં રાજકીય ભૂકંપ કેમ સર્જાયો છે?!

તસવીર ગુજરાત વિધાનસભાની છે જેની ચૂંટણી ૨૦૨૨ના અંત ભાગમાં યોજાનાર હોવાનું મનાય છે ગુજરાતના કેટલાક પ્રગતિશીલ કર્મશીલો આ ચૂંટણીને લોકશાહીમુલ્યો કર્તવ્યનિષ્ઠ માનવતાવાદી નેતૃત્વ અને વૈચારિક નૈતિકતા માટેનો ખરાખરીનો જંગ બનશે રાજકીય નિરીક્ષકોનું માનવું છે?!

મહાત્મા ગાંધીએ કહ્યું છે કે ‘‘સાચો નેતાએ જ છે જે નેતૃત્વ કર્યા વગર રાજ કરે તથા અંતરઆત્માના અવાજને અનુસરતા પ્રજાનું કલ્યાણ કરે”!!’

ખોડલધામ ટ્રસ્ટના અગ્રણી ટ્રસ્ટી અને લેઉવા પટેલ સમાજના નેતા શ્રી નરેશભાઇ પટેલ માનવતાવાદી દ્રષ્ટિકોણ ધરાવતા લોકશાહી રાજ્યવ્યવસ્થા નું મૂલ્ય સમજતા અને સમાજસેવી નેતા છે જે તેમના વ્યક્તિત્વનુ રાજ રજૂ કરે છે! માટે દરેક રાજકીય પક્ષ આવા વિચારશીલ કર્મશીલ નેતૃત્વને આવકાર છે!

એ કોઈ નાની વાત નથી અત્રે એ નોંધનીય છે કે જ્યારે ભાજપના એક નેતાએ એવું કહ્યું કે ભાજપ ૧૮૨ સીટ જીતવા માગે છે તે તેના પ્રત્યુત્તરમાં પાટીદાર અગ્રણી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ‘‘લોકશાહીમાં વિરોધ પક્ષ મજબૂત હોવો જાેઈએ”!! આ જ તેમનું રાજકીય જ નહિ લોકશાહી અને આઝાદીનું મૂલ્ય ઉજાગર કરે છે!

વિશ્વના લોકશાહી દેશોમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, જાપાન, સ્વિત્ઝરલેન્ડ જેવા અનેક દેશોમાં ચૂંટણી થાય છે! ત્યારે કોઇપણ રાજકીય પક્ષના નેતાઓ વિરોધ પક્ષ મુક્ત દેશ ની વાત કરતા નથી કે ક્રિશ્ચન રાષ્ટ્રવાદની વાત કરતા નથી! આજ વાત શ્રી નરેશભાઈ પટેલ સારી રીતે સમજે છે કે ગુજરાત માટે જ નહીં દેશ માટે અગત્યની વાત છે! એટલે શ્રી નરેશભાઇ પટેલ જાે રાજકારણમાં જાેડાશે તો ગુજરાતને અને દેશને એક લોકશાહીવાદી નેતૃત્વ મળશે એવા સંકેતો પ્રાપ્ત થાય છે!

સરદાર વલ્લભભાઈ પટેલે સરસ કહ્યું છે કે ‘‘થોડું ભાષણ આપતા આવડી જાય અને થોડુક વર્તમાન પત્ર માં લખતા આવડી જવાથી નેતા બની જવાતું નથી નેતા બનવું એ કોઈ સહેલું કામ નથી એતો ક્રમિક વિકાસ છે”!! નરેશભાઈ પટેલ સામાજિક અગ્રણી તરીકે બધાને સાથે લઈને ચાલનારા નેતા છે જ્યારે સેવાકીય ધર્મ તેમને શીખવાડવાની જરૂર નથી!

તેમનું કોંગ્રેસમાં આગમન થાય તો એમાં અન્ય રાજકીય પક્ષોએ ડરવાની જરૂર નથી! પરંતુ શ્રેષ્ઠ અને સજ્જન માનવી રાજકારણમાં આવતા હોય ત્યારે ભાજપ સરકારના પ્રવક્તા, મંત્રી જીતું વાઘાણી કહે છે કે ‘‘શ્રી નરેશભાઈ પટેલ ગમે ત્યાં જાેડાય તેનાથી ભાજપને કોઈ અસર નહીં થાય કોઈ આજીવન સત્તામાં રહેતું નથી

અને કોઈ ‘અમર’નથી!! એ કુદરતી સત્ય દરેક રાજકીય નેતાઓ જીવનમાં ઉજાગર કરવું જાેઈએ તસ્વીર ગુજરાત વિધાનસભાની છે ઇન્સેટ તસ્વીર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની છે જમણી બાજુની ઈનસેટ તસવીર પાટીદાર અગ્રણી નરેશભાઈ પટેલની છે.  ( તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા )

‘‘થોડું ભાષણ આપતા આવડી જાય અને થોડુંક વર્તમાન પત્રમાં લખતા આવડી જવાથી નેતા બની જવાતું નથી નેતા બનવું એ કોઈ સહેલું નથી એતો ક્રમિક વિકાસ છે” – સરદાર પટેલ ! નરેશભાઈ સમાજસેવા કરી રાજકારણમાં આવી રહ્યા છે!!

‘સાચો નેતાએ છે જે નેતૃત્વ કર્યા વગર રાજ કરે’- મહાત્મા ગાંધી

ઇઝરાયેલના સ્થાપક અને ઈઝરાયેલના પ્રથમ વડાપ્રધાન ડેવિડ બેન ગુરીયને સરસ કહ્યું છે કે ‘‘રાષ્ટ્રીય સ્વતંત્ર નું વહાણ નૈતિક અને બૌદ્ધિક સ્વાતંત્ર વિના કાંટે લાગરી ન શકે”!! બ્રિટિશ વિખ્યાત ન્યાયાધીશ લોર્ડ એકટીને કહ્યું હતું કે ‘‘તોપોના ગડગડાટ વચ્ચે તલવારોના ખણખણાટ વચ્ચે આ દેશમાં લોકોની સ્વતંત્રતાનો અવાજ ડૂબી જતો નથી”!!

લોકશાહી રાજ્યવ્યવસ્થા નુ ઉત્તમ કાર્યશ્રેષ્ઠ રાજકીય પદ્ધતિ છે! તેમાં મજબુત વિરોધ પક્ષ વગર ‘કાયદાનુ સાશન’, ‘નાગરિક સ્વતંત્ર’ અને ન્યાયાધર્મ શક્ય નથી અને આ માટે જ અમેરિકા ૧૭૮૯ માં આઝાદ થઈને લોકશાહીમાં પ્રમુખશાહી પદ્ધતિ અપનાવી! ફ્રાન્સ ૧૮૮૯માં આઝાદ થયું

તેણે લોકશાહીમાં સંસદીય લોકશાહી સ્વીકારી અને ભારત ૧૯૪૯માં સ્વતંત્ર થયું અને લોકશાહી સંસદીય પ્રણાલિકા સ્વીકારી પરંતુ મજબૂત વિરોધ પક્ષ વગર લોકશાહી જીવંત રહી શકે નહીં એવું ભારતમાં હવે કેટલાકને લાગવા માંડ્યું છે અને આ સંજાેગોમાં તેની પહેલ ગુજરાત થી થાય એવી સંભાવના પાટીદાર સમાજના વિચારશીલ અને કર્મથી અગ્રણી શ્રી નરેશભાઇ પટેલ કરશે એવું જણાય છે કારણ કે નરેશભાઈ પટેલે કહ્યું હતું કે ‘‘લોકશાહીમાં વિરોધ પક્ષનું મહત્વ છે”!! ત્યારે ગુજરાત શું કરે છે એ જાેવાનું રહે છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers