Western Times News

Gujarati News

CBI સંસ્થા એક સમયે સ્વતંત્રતાનો પર્યાય હતી: આજે રાજકીય પ્રભાવ વધતા તેની વિશ્વાસનીયતા ઘટી

રાજકીય પરિવર્તન સાથે પ્રાથમિકતા માં આવતો બદલાવ અધિકારીઓની વારંવાર બદલી તપાસ એજન્સીઓ માટે મોટો પડકાર પણ તેને લઈને દોષિત મુક્ત થાય છે અને નિર્દોષ જેલમાં ધકેલાઈ જાય છે – જસ્ટીસ શ્રી રમના

તસવીર ભારતની સુપ્રીમ કોર્ટની છે ઈનસેટ તસવીર ભારતની સુપ્રીમ કોર્ટ ના ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમનાની છે બીજી તસવીર સી.બી.આઈ કચેરીની છે જ્યારે જમણી બાજુની ઈનસેટ તસવીર સીબીઆઈના ડી.જી શ્રી સુબોધકુમાર જયસ્વાલની છે

ત્રીજી તસ્વીર ભારત ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ની છે જ્યારે ચીફ જસ્ટિસ એન.વી.રમના.ના સી.બી.આઈ આયોજિત કાર્યક્રમમાં સી.બી.આઈ સંસ્થા એક સમયે નિષ્પક્ષતા અને સ્વતંત્રતાનો પર્યાય હતી આજે રાજકીય પ્રભાવ વધતા તેની વિશ્વાસનીયતા ઘટી છે

આ સાથે જ ચીફ જસ્ટીસ શ્રી રમના એ એજ્ન્સી મજબૂરી ની નોંધ લેતા એવું પણ કહ્યું હતું કે ‘‘માનવ સંશોધન, આધુનિક ઉપકરણો, પુરાવા મેળવવા ના ઉપકરણો ની મર્યાદા, રાજકીય પરિવર્તન સાથે પ્રાથમિકતા માં આવતો બદલાવ, તેમજ અધિકારીઓની બદલી તપાસ એજન્સીઓ માટે પણ મોટો પડકાર છે

જેને લઇને અનેક વાર દોષિત મુક્ત કરી દેવાય છે અને નિર્દોષ જેલમાં ધકેલી દેવાય છે”! ચીફ જસ્ટીસે એવું કહ્યું હતું કે તપાસ એજન્સીઓને પોલીસની જેમ બંધારણીય સંરક્ષણ પ્રાપ્ત થવું જાેઈએ! સી.બી.આઈ આયોજીત ‘લોકશાહી તપાસ એજન્સીઓની ભૂમિકા અને ફરજ’ વિષય પર બોલી રહ્યા હતા

અત્રે એ નોંધનીય છે કે જ્યારે સી.બી.આઈ એ રૂપિયા ૪૦૦.૦૭ કિલો સોનાની તપાસ દરમિયાન ચોરીના મુદ્દામાલ તરીકે જમા કર્યું હતું તેમાંથી ફક્ત ૨૯૬.૬૦૬ કિલો સોનું રહ્યું હતું બાકીનું ચોરાઈ ગયું હતું!! પણ સીબીઆઈએ ચોરીની એફ.આઈ.આર પણ ન કરાતા આખરે મદ્રાસ હાઇકોર્ટના જસ્ટીસ શ્રી પી.એન પ્રકાશે ચેન્નઈ પોલીસની સુપ્રીટેન્ડન્ટ ને તપાસનો આદેશ કરવો પડ્યો હતો તો ક્યારેક સીબીઆઈના અધિકારીઓ ની ભૂમિકા પ્રશસનીય પણ હોય છે

જેમકે ઇડીના અધિકારીઓએ એક ફાર્મ હાઉસ ઉપર દરોડો પાડીને રૂપિયા ૪૦૦૦ કરોડના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કર્યો હતો પરંતુ તેમાં ભ્રષ્ટાચારની ફરિયાદ થતા ઇડીના અધિકારીઓ પર સી.બી.આઈ એ રેડ કરી જે.પી.સિંગ સહિતના અધિકારીઓની ધરપકડ પણ કરી હતી!

આ સંજાેગોમાં સી.બી.આઈ એટલે સી.બી.આઈ એવી વિશ્વસનીયતા સર્જવાનું કામ આપણા ભારતના બાહોસ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું પણ છે કારણ કે ખાતુ સિધુ વડાપ્રધાન ની દેખરેખ નીચે ચાલે છે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન વી.રમનાના મુદ્દા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગંભીરતાપૂર્વક ધ્યાને લેવા જાેઈએ જેથી લોકશાહી મૂલ્ય મજબૂત થાય (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)

કોઈ કાયદાથી ઉપર નથી કોઈ કાયદાની નીચે નથી – થીયોડોર રુઝવેલ્ટ

‘લોકશાહી, તપાસ એજન્સીઓની ભૂમિકા અને ફરજ’ વિષય પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ એન.વી.રમનાનુ મહત્વપૂર્ણ વક્તવ્ય ! સી.બી.આઇ નું ખાતું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે હોઈ હવે તેના પર તે જ સુધારો કરી શકે !!

ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી રમના કહ્યું છે કે ‘‘કાયદાનું શાસન એ લોકશાહી માટે નો આધાર સ્તંભ છે અને ન્યાયતંત્ર બંધારણનું સંરક્ષક છે તેમ જ કાયદાનું બંધારણીય મૂલ્યાંકન કરવાની ન્યાયતંત્રની ફરજ છે’’!! જ્યારે અમેરિકાના પ્રમુખ થીયોડોર રૂઝવેલ્ટે કહ્યું છે કે ‘‘કોઈ માણસ કાયદાથી ઉપર નથી અને કોઈ માણસ કાયદા નીચે નથી’’!!

આ સત્ય દેશની હાઇકોર્ટ અને ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ વારંવાર કહે છે અને તેમને આખરે મજબૂર થઇને સી.બી.આઈ તથા અન્ય પોલીસ તપાસ એજન્સીઓ વિરુદ્ધ ચૂકાદાઓ આપવા પડે છે!! ભલે તપાસ એજન્સીઓના કેટલાક અધિકારીઓ નેતાઓ ના દબાણ હેઠળ, રાજકીય દબાણ હેઠળ તપાસ કરી રિપોર્ટ કરતા હોય

પણ જ્યારે આરોપી નિર્દોષ છૂટી જાય છે ત્યારે બદનામી અથવા કડક ટીકા સાથે સજા નો આદેશનો તપાસ અધિકારીઓ વિરુદ્ધ થાય છે તેનું શું આ મુદ્દા પર તાજેતરમાં ભારતની સુપ્રીમ કોર્ટ ના ચીફ જસ્ટીસ શ્રી એન,વી,રમના સીબીઆઈ દ્વારા જ આયોજિત મહત્વપૂર્ણ કાર્યક્રમમાં તપાસ એજન્સીઓને એક સ્વતંત્ર સત્તા ના દાયરામાં આવવાની જરૂર છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers