Western Times News

Latest News from Gujarat India

માલધારી સમાજે પશુ નિયંત્રણના કાયદાના વિરોધમાં કલેકટરને આવેદનપત્ર આપ્યું

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ગૌમાતા અમારી મા છે અને અમારી મા ને રાખવા માટે લાયસન્સની જરૂરત રહેતી નથી. તેવા સૂત્રોચ્ચાર સાથે રાજ્યમાં માલધારી સમાજે આ કાળો કાયદો ગણાવ્યો છે.રાજ્ય સરકારે રોડ, રસ્તા પર રખડતાં પશુઓ મામલે કડક બની કાયદો લાવી છે.

ત્યારે આ? પશુ નિયંત્રણ કાયદાને લઈ માલધારી સમાજમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે?. આ વચ્ચે આજે ખેડા જિલ્લાના માલધારી સમાજના લોકોએ કાયદા સામે વિરોધ વ્યક્ત કરી ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલન સમિતિ દ્વારા નડીઆદ ખાતે ખેડા જિલ્લા કલેકટર કે.એલ.બચાણીને આવેદનપત્ર અપાયું છે.

તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં પશુ નિયંત્રણ કાયદો વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો છે જેના પગલે ગુજરાતભરના માલધારીઓમાં ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે. રાજ્યના કેટલા જિલ્લાઓ અને તાલુકાઓમાં માલધારી સમાજના આગેવાનો યુવાનો આ કાળો કાયદો ગણી પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે.

સોમવારે આ સખત કાયદાના વિરોધમાં ખેડા જિલ્લા માલધારી સમાજના લોકો એકઠા થયા હતા અને ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલન સમિતિ દ્વારા નડિયાદ કલેકટર કચેરી ખાતે કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગત ૩૧ માર્ચના રોજ વિધાનસભા સત્રમાં સરકાર દ્વારા રખડતા ઢોરને નિયંત્રણમાં લેવા તથા શહેરી વિસ્તારમાં પશુ રાખવા માટે ફરજીયાત લાયસન્સ લેવા

અને પકડાયેલા પશુના માલિકને દંડ તથા સજાની જાેગવાઈ સંદર્ભે બિલ પસાર કરવામા આવ્યુ છે. તો આ કાયદાકીય બિલનો સમગ્ર પશુપાલક વર્ગ અને માલધારી સમાજ ઉગ્ર વિરોધ વ્યકત કરે છે. સામાજિક સમરસતા માટે પશુપાલક વર્ગ ખુબ જ મહત્વની ભાગ ભજવી રહ્યો છે.

કોરોનાના કપરાકાળ દરમિયાન ખુબ સેવાકીય પ્રવૃતિઓ અને સમાજની અતિ મહત્વની પ્રાથમિક જરુરિયાત એવા દૂધ પાડવા માટે પોતાની જાતની પરવા કર્યા વગર ભાવ વધારો કર્યા વગર રાતદિન એક કરીને સમાજને દૂધ પહોંચાડયું છે. ગુજરાત શ્વેત ક્રાંતિમાં જે કાંઈ હરણફાળ ભરી રહયું છે તેનો પાયાનો પથ્થર આ પશુપાલક અને માલધારી સમાજ જ છે.

તેઓએ આ કાયદાનો વિરોધ કરતા મુખ્ય માગણીઓ જાેઈએ તો તાજેતરમા વિધાનસભા માં સરકાર દ્વારા પશુ-માલધારી વિરોધી જે બિલ પસાર થયેલ છે તે તાત્કાલીક પરત ખેંચવું, રાજ્યની દરેક કોર્પોરેશન દ્વારા પકડાયેલ ઢોરોને મુકત કરવા,ડબ્બાદંડ અને ખોરાકીના દરમાં ઘટાડો કરવો,

રાજ્યમા આવા પકડાયેલ પશુઓને છોડાવવા માટે ૯૦-અ મુજબ ભરવામાં આવતી પોલીસ ચાર્જશીટ રદ કરવી, અગાઉની માફક શહેરની બહાર લધરી વસાહતો બનાવી તે ગાયો રાખવાના વાડાઓ તેમજ પશુદાવાખના ખાણદાણની દુકાન, દૂધમંડળી તેમજ માલધારીઓના બાળકો માટેની સ્કુલો, દાવાખાનાઓ, જેવી જરૂરી સુવિધાઓ આપવામાં આવે.

જાે આગમી દિવસોમાં માલધારી સમાજને આ બિલ અથવા બીજા કોઈપણ કાયદા દ્વારા પશુપાલન વ્યવસાયમાં મુશ્કેલી કે અગવડતાઓ ઉભી થશે તો તેનું સરકારે પણ કદાચ અગામી વિધાનસભા ચૂંટણીમાં તેનું પરિણામ ભોગવવું પડશે. આથી આ કાળો કાયદો પાછો ખેચવા ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલન સમિતીએ માંગ કરી છે.

આ પ્રસંગે પ્રમુખ નવીનભાઈ રબારી,નડીઆદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિકભાઈ ભટ્ટ, ગોકુલભાઈ શાહ , મહુધા ધારાસભ્ય ઇન્દ્રજીતસિહ પરમાર બાલુભાઇ ભરવાડ એડવોકેટ, નડીઆદ શહેર માલધારી પ્રમુખ રાજેશભાઈ રબારી ,મયંકભાઇ રબારી, ધુવલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા

Copyright © All rights reserved. | Developed by Aneri Developers