Western Times News

Gujarati News

અમદાવાદથી હિમાચલના દૌલતપુર સુધી ડાયરેક્ટ ટ્રેન શરુ થઈ

રેલવે સત્તામંડળ દ્વારા ટ્રેન નં. 19717/18 જયપુર-દોલતપુર ચોક-જયપુર (દૈનિક) તેમજ ટ્રેન નં. 20911/12 સાબરમતી-અજમેર-સાબરમતી (દૈનિક) નું વિલિનીકરણ કરીને સાબરમતી-દોલતપુર-સાબરમતી ટ્રેનનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

ઉદઘાટક સ્પેશિયલ રેલવે સેવાનો શુભારંભ તારીખ 04.04.2022 ના રોજ આબૂ રોડ સ્ટેશન પર માનનીય રેલવે, ટેલિકોમ્યુનિકેશન અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજીના કેન્દ્રિય મંત્રી, ભારત સરકાર શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા વીડિઓ કોન્ફરન્સિંગ ના માધ્યમથી કરવામાં આવ્યું.

નિયમિત રૂપે આ ટ્રેનનું સંચાલન તારીખ 05.04.2022 ના રોજ સાબરમતી થી ટ્રેન નં. 19411/19412 સાબરમતી-દોલતપુર ચોક-સાબરમતી તરીકે કરવામાં આવશે. જેની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નં. 19411/19412 સાબરમતી-દોલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ (દૈનિક)

ટ્રેન નં. 19411 સાબરમતી-દોલતપુર ચોક એક્સપ્રેસ સાબરમતી થી પ્રત્યેક દિવસે સવારે 09.45 કલાકે ઉપડીને બીજા દિવસે 11.55 કલાકે દોલતપુર ચોક પહોંચશે. આ જ રીત  ટ્રેન નં. 19412 દોલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ દોલતપુર ચોકથી પ્રત્યેક દિવસે બપોરે 14.25 કલાકે ઉપડીને બીજા દિવસે 14.55 કલાકે સાબરમતી પહોંચશે.

માર્ગમાં આ ટ્રેન મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબૂરોડ, સ્વરૂપગંજ, પિંડવાડા, નાના, ફાલના, રાણી, મારવાડ જંકશન, બ્યાવર, અજમેર, મદાર, કિશનગઢ, ફુલેરા, જયપુર, ગાંધીનગર (જયપુર), દૌસા, બાંદીકુઈ, રાજગઢ, અલવર, ખૈરથલ, રેવાડી, ઝજ્જર, રોહતક, જુલાના,

જિન્દ, ઉચાના, નરવાના, કૈથલ, કુરૂક્ષેત્ર, અંબાલા કેન્ટ, ચંદીગઢ, સાહિબ જાદાનગર, મોરિંડા, રૂપનગર, આનંદપુર, નંગલ ધામ, ઉના હિમાચલ તેમજ અંબ અંદૌરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર તથા સામાન્ય શ્રેણી ના કોચ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.