Western Times News

Gujarati News

પોતાના દેશ અને દેશવાસીઓને સંકટમાં જોઈને પરેશાન થઈ જેક્લીન

મુંબઇ, ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં અત્યારે આર્થિક સંકટની સ્થિતિ છે. શ્રીલંકા અત્યારે મુશ્કેલ સ્થિતિમાં મૂકાયું છે ત્યારે બોલિવૂડ અભિનેત્રી જેક્લીન ફનાર્ન્ડિઝે શ્રીલંકાના લોકો માટે સમર્થન વ્યક્ત કર્યું છે. મૂળ શ્રીલંકાની રહેવાસી જેક્લીન ફનાર્ન્ડિઝ અત્યારે પોતાના દેશની સ્થિતિને કારણે પરેશાન છે. તેણે ત્યાંના લોકો માટે એક લાંબી પોસ્ટ પણ લખી છે. તેણે પોતાના દેશ માટે શાંતિની પ્રાર્થના કરી છે.

ઉલ્લેખનીય છે કે શ્રીલંકા અત્યારે સૌથી વિકટ આર્થિક સંકટમાં સપડાયું છે. ૨.૨ કરોડની વસ્તી ધરાવતા શ્રીલંકામાં હાલ આર્થિક સ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે દેશના અનેક ભાગોમાં રોજ ૧૩ કલાક સુધીનો વીજળી કાપ જાહેર કરવામાં આવ્યો છે.

અખબાર છાપવા માટેનો કાગળ આવતો બંધ થઈ જતાં દેશના ઘણા અખબારોએ પ્રકાશન પણ અટકાવી દીધું છે. સરકાર પોતાની પાસે જે કંઈ વિદેશી મુદ્રા ભંડાર વધ્યો છે તેને બચાવવા માટે મથી રહી છે, જેના પરિણામ સ્વરુપે પેટ્રોલિયમ પ્રોડક્ટ્‌સની આયાત અટકાવી દેવાતા દેશમાં પેટ્રોલ-ડીઝલની જાેરદાર તંગી સર્જાઈ છે.

હાલ એવી સ્થિતિ છે કે શ્રીલંકામાં પેટ્રોલ ડીઝલની કિંમતો રેકોર્ડ સ્તરે તો છે જ, પરંતુ તેની સાથે તેમની તંગી પણ વર્તાઈ રહી છે. અનેક પેટ્રોલપંપો ખાલી થઈ ગયા છે, અને ઘણી જગ્યાએ લાંબી-લાંબી લાઈનો પણ જાેવા મળી રહી છે. આવી સ્થિતિમાં જેક્લની ફનાર્ન્ડિઝે પોતાના દેશવાસીઓ માટે સોશિયલ મીડિયા પર સમર્થન વ્યક્ત કર્યું છે.

તેણે લખ્યું છે કે, એક શ્રીલંકન તરીકે મારા દેશ અને દેશના લોકો સાથે જે થઈ રહ્યું છે તે જાેઈને ઘણું દુખ થઈ રહ્યું છે. આની શરુઆત થઈ ત્યારથી જ દેશના અલગ અલગ ભાગોમાંથી મને ઘણાં લોકોએ પોતાના અભિપ્રાયો જણાવ્યા છે. હું કહેવા માંગીશ કે, કોઈ પણ ચુકાદો આપવામાં ઉતાવળ ન કરો.

તમને જે બતાવવામાં આવી રહ્યું છે તેના આધારે કોઈ સમૂહને બદનામ ન કરો. જેક્લીને લખ્યું છે કે, આ દુનિયા અને મારા દેશના લોકોને અત્યારે અન્ય કોઈ અભિપ્રાયની જરૂર નથી, તેમને સમર્થન અને સહાનુભૂતિની જરૂર છે.

જાે તમે તેમની શક્તિ અને ભલાઈ માટે બે મિનિટ માટે શાંતિથી પ્રાર્થના કરશો તો તેમના માટે ફાયદાકારક સાબિત થશે. હું મારા દેશ અને દેશના લોકોને કહેવા માંગીશ કે, હું આશા રાખુ છું કે આ સ્થિતિનો વહેલીતકે અને શાંતિપૂર્વક અંત આવે તેમજ લોકોનો ફાયદો થાય. જે લોકો આનો સામનો કરી રહ્યા છે તેમને હિંમત મળે તેવી પ્રાર્થના કરી રહી છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.