Western Times News

Latest News from Gujarat India

લગ્ન પહેલાં રણબીર કપૂરે બેચલર પાર્ટી પ્લાન કરી છે

મુંબઇ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બી ટાઉનના સૌથી પ્રિય કપલ્સમાંના એક છે. લવબર્ડ્‌સ હાલ પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે, ૧૭ એપ્રિલના રોજ આર કે હાઉસમાં લગભગ પરિવારના નજીકના સભ્યોની હાજરીમાં તેઓ લગ્ન કરવાની તૈયારીમાં છે. તાજા રિપોર્ટ મુજબ, રણબીર કપૂર પોતાના લગ્ન પહેલાં એક બેચલર પાર્ટી હોસ્ટ કરવાની યોજના બનાવી રહ્યો છે.

જેનું ગેસ્ટ લિસ્ટ પણ લગભગ ફાઈનલ થઈ ચૂક્યું છે. કથિત રીતે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાના વ્યસ્ત શૂટિંગ શિડ્યૂલ વચ્ચે લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. લગ્નના સમાચારો વચ્ચે રણબીર કપૂરની બેચરલ પાર્ટીમાં સામેલ થવા જઈ રહેલાં સેલેબ્સનું લિસ્ટ સામે આવ્યુ છે.

ત્યારે તેના ફેન્સ એ પણ જાણવા માટે આતુર છે કે આ લિસ્ટમાં કોણ કોણ સામેલ થઈ શકે છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રણબીર કપૂર અર્જુન કપૂર, આદિત્ય રોય કપૂર અને અયાન મુખર્જીની સાથે એક પાર્ટીની યોજના બનાવી રહ્યો છે, કારણ કે આ બધા તેના એકદમ નજીકના મિત્રો છે.

રણબીર કપૂર એક બેચલર પાર્ટીની યોજના બનાવી રહ્યો છે અને તેમાં બોલીવુડના તેના નજીકના મિત્રો તથા તેના નાનપણના દોસ્તો સામેલ થશે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એપ્રિલ મહિનાના બીજા સપ્તાહમાં લગ્ન કરવા માટે તૈયાર છે.

કપૂર અને ભટ્ટ પરિવારના એક નજીકના સૂત્રએ ખુલાસો કર્યો કે, આલિયાના નાના એન રાજદાનની તબિયત નાજુક છે અને તેઓએ આલિયાના લગ્ન રણબીર કપૂર સાથે થતા હોય એ જાેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મિસ્ટર રાજદાન પણ રણબીર કપૂરને ખૂબ પ્રેમ કરે છે.

સૂત્રએ આગળ જણાવ્યું કે, આ સમારોહમાં વધારે ધામધૂમ નહીં હોય કારણ કે બંને પરિવાર માટે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પહેલેથી જ પરિણિત છે. આ માત્ર આલિયા ભટ્ટના નાનાની ઈચ્છા પૂરી કરવા માટે એક નાનકડો મેળાપ અને ઉત્સવ છે. એવા પણ સમાચાર સામે આવ્યા છે કે લગ્ન બાદ તરત આ કપલ પોતપોતાના પ્રોજેક્ટનું શૂટિંગ શરુ કરી દેશે.SSS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers