સરકારે તેલમાંથી 26 લાખ 51 હજાર કરોડની કમાણી કરી

નવી દિલ્હી, કોંગ્રેસ પ્રવક્તા ગૌરવ વલ્લભનું કહેવું છે કે અંગ્રેજી શૈલીમાં કામ કરતા મોદી સરકારે સાત વર્ષમાં તેલમાંથી ૨૬ લાખ ૫૧ હજાર ૯૧૯ કરોડ રૂપિયાની કમાણી કરી. તેમણે કહ્યું કે આપણા દેશમાં ૨૬ કરોડ પરિવારો છે. મોદી સરકારે સાત વર્ષમાં પરિવાર દીઠ ૧ લાખ લૂંટ્યા.
વલ્લભે કહ્યું કે ખેડૂતને આપેલા છ હજાર રૂપિયા એક લાખના રૂપમાં પાછા લેવામાં આવે છે. તેમણે કહ્યું કે સરકાર સામાન્ય લોકોના ખિસ્સા કાપીને પોતાના ખિસ્સા ભરી રહી છે. સામાન્ય લોકો મરી રહ્યા છે. પરંતુ સરકારને ચિંતા નથી. તેઓ પોતાની તિજોરી ભરી રહ્યા છે.
એન્કર સંદીપ ચૌધરીએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે તમારા શાસિત રાજયો રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં તેલના ભાવ આટલા ઉંચા કેમ છે? તેમનો સવાલ હતો કે રાજસ્થાન અને મહારાષ્ટ્રના ભાવ દિલ્હીના ભાવ કરતાં કેમ વધારે છે. શા માટે સરકાર સામાન્ય માણસની સમસ્યાઓ સમજી રહી નથી?
ગૌરવ વલ્લભે કહ્યું કે સરકાર ડીઝલ પર ૩૨ રૂપિયા અને પેટ્રોલ પર ૨૮ રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વસૂલે છે. એવું કયું રાજય છે જે આટલી બધી ડ્યુટી લે છે? કેન્દ્ર પીએમ કેર્સ ફંડનો કોઈ હિસાબ આપતું નથી. હિસાબ પૂછો તો સરકાર કહે છે કે અમે મફત રસી આપી છે. તેમનો પ્રશ્ન હતો કે જયારે અમારા પૈસાથી રસી આપવામાં આવે છે તો રસીના સર્ટિફિકેટ પર અમારી કોઈ તસવીર કેમ નથી.
દિલ્હીની સરખામણીમાં રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં તેલના ઊંચા ભાવ અંગે તેમણે કહ્યું કે તેલના પરિવહનમાં પૈસા ખર્ચવામાં આવે છે. આ જ કારણ છે કે આંદામાનમાં તેલની કિંમત માત્ર ૮૦ રૂપિયા પ્રતિ લિટર છે. તેમણે કહ્યું કે અમે ફરીથી માંગ કરીએ છીએ કે તેલને ઞ્લ્વ્ના દાયરામાં લાવવામાં આવે. આ માટે તેઓ સરકાર પર દબાણ બનાવશે. એકવાર તેલ ઞ્લ્વ્ના દાયરામાં આવી જાય પછી કેન્દ્ર સરકાર મનસ્વી રીતે કિંમતમાં વધારો કરી શકશે નહીં.