Western Times News

Gujarati News

૧૧ દિવસમાં ૧૩ વખત ઈંધણની કિંમત વધી, આ યુપી ચૂંટણીની રિટર્ન ગિફ્ટ છે: મમતા

કોલકતા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોંઘવારી અને પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે યુપી વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ કેન્દ્ર સરકારે લોકોને જીતની રિટર્ન ગિફ્ટ આપી છે.

૧૧ દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૧૩ વખત વધારો થયો છે. મોદી સરકાર પાસે આર્થિક સંકટનો સામનો કરવાની કોઈ યોજના નથી.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોંઘવારી અને પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે મોદી સરકાર પાસે મોંઘવારીથી ઉદ્ભવતા આર્થિક સંકટનો સામનો કરવા માટે કોઈ યોજના નથી, તેથી કેન્દ્ર સરકારે વર્તમાન આર્થિક સમસ્યાઓનો ઉકેલ શોધવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવી જાેઈએ.

રાજ્ય સચિવાલયમાં પત્રકારો સાથે વાત કરતા તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ કેન્દ્રની ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે યુપી વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ કેન્દ્ર સરકારે લોકોને જીતની રિટર્ન ગિફ્ટ આપી છે.

૧૧ દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૧૩ વખત વધારો થયો છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડના વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ સિવાય કેન્દ્ર ઝડપથી સરકારી ઉપક્રમોનું ખાનગીકરણ કરી રહ્યું છે.

મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે દેશ સળગી રહ્યો છે અને ભાજપ કાવતરું કરી રહ્યું છે. આ માટે તમામ વિરોધી પક્ષોએ એક થઈને લડવું પડશે. બીરભૂમ હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારોને આર્થિક મદદ અને નોકરી આપવાનું વચન આપ્યા પછી, તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે ભાજપ મારા પર હિંસા બતાવી રહી છે. પરંતુ કર્ણાટક અને આસામમાં થયેલી હિંસાની ચર્ચા કેમ નથી થતી?

મમતા બેનર્જીએ કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકાર બીરભૂમ હિંસા કેસમાં કાર્યવાહી કરી રહી છે, પરંતુ કેન્દ્ર સરકાર માત્ર અવાજ ઉઠાવી રહી છે. જણાવી દઈએ કે બીરભૂમમાં ્‌સ્ઝ્ર નેતાની હત્યા બાદ થયેલી હિંસા દરમિયાન આગચંપી દરમિયાન ૮ લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. જેમાં ૨ બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે.

કોલકાતા હાઈકોર્ટે સીબીઆઈને આ ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો અને કેન્દ્રીય તપાસ એજન્સીએ તપાસ શરૂ કરીને આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.