બેંગલુરુના ભૂતપૂર્વ પોલીસ કમિશનર “આપ”માં જોડાયા

નવીદિલ્હી, પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મળેલી સફળતા બાદ આમ આદમી પાર્ટી પોતાનો સ્ટેમિના બતાવવા માટે અન્ય રાજ્યોમાં ગ્રાઉન્ડ લેવલની પકડ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ભવિષ્યમાં જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યાં સદસ્યતા અભિયાન તેજ ગતિએ ચલાવવામાં આવી રહ્યું છે. પાર્ટી સારી સામાજિક છબી ધરાવતા લોકો પર ફોકસ કરી રહી છે.
પશ્ચિમ બાદ આપે દક્ષિણ ભારતમાં પણ પોતાનો દબદબો બનાવવાનું શરૂ કર્યું છે.આમ આદમી પાર્ટીમાં જાેડાનાર બેંગલુરુના પૂર્વ પોલીસ કમિશનર ભાસ્કર રાવે કહ્યું કે સારા નેતૃત્વ સિવાય દક્ષિણ ભારતમાં બધું જ ઉપલબ્ધ છે.
બેંગલુરુના ભુતપુર્વ પોલીસ કમિશનર ભાસ્કર રાવ આમ આદમી પાર્ટીમાં જાેડાયા છે. તેઓ આપ નેતા અને દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જાેડાયા હતા.
આ પ્રસંગે ભાસ્કર રાવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જાેરદાર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે તેઓ અરવિંદ કેજરીવાલના નેતૃત્વથી ખૂબ જ પ્રભાવિત છે, જેઓ છેલ્લા ૬-૭ વર્ષથી દિલ્હીનો વહીવટ સંભાળી રહ્યા છે. રાવે વધુમાં કહ્યું કે તેમનું મિશન અરવિંદ કેજરીવાલના સુશાસનને દક્ષિણ ભારતમાં ખાસ કરીને બેંગલુરુમાં લાવવાનું છે. ભાસ્કર રાવે કહ્યું કે દક્ષિણ ભારતમાં ખાસ કરીને કર્ણાટક પાસે બધું જ છે પરંતુ સારા નેતૃત્વનો અભાવ છે.HS