Western Times News

Latest News from Gujarat

વિઝન એજ્યુકેશન ગ્રૂપ-નડિયાદ” દ્વારા ગુજરાતના રમતવીરોનું સ્વાગત કરાયું

વિઝન ચાઈલ્ડ કેર પલાણા સ્કુલનું ગોરવ

(પ્રતિનિધિ) નડિયાદ, વિઝન એજ્યુકેશન ગ્રૂપ-નડિયાદ” દ્વારા ગુજરાતના રમતવીરોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઈન્ટરનેશનલ ગેમ્સ -૨૦૨૨-૨૩ માં વારાણસી (ઉત્તરપ્રદેશ) માં તા-૨૯-૩-૨૨ થી તા ૩૧-૩-૨૨ સુધી ગુજરાત, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ,

ઓરિસ્સા, મધ્યપ્રદેશ,પ.બંગાળ, હરિયાણા, હિમાચલ પ્રદેશ રાજ્ય તથા નેપાળ,ભૂતાન,શ્રીલંકા દેશ માંથી આવેલ રમતવીરો એ એથલેટિક ગેમ્સ,જાેમાસાર, કરાટે, ટેકવોન્ડો,પેરા જાેમાસારમાં ભાગ લીધો હતો. ગુજરાત રાજયના અલગ અલગ જીલ્લામાંથી ભાગ લીધેલ રમતવીરો માં “વિઝન ચાઈલ્ડ કેર -પલાણા” ના રમતવીરો એ પણ ભાગ લીધો હતો.

તેમાં બે ગોલ્ડ મેડલ મેળવીને આવેલ રમતવીરોનું કુમ કુમ તિલક તથા પુષ્પહાર પહેરાવી મોં મીઠું કરાવીને “વિઝન એજ્યુકેશન ગ્રૂપ-નડિયાદ” દ્રારા વડોદરા(છાયા પુરી) રેલ્વે સ્ટેશન પર આપણા ગુજરાત રાજ્ય ના રમતવીરો નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.તથા વિઝન ચાઈલ્ડ કેર સ્કુલ પલાણા ના ટ્રસ્ટીઓ તથા શાળાના શિક્ષકોએ વિધાર્થીઓને વધાવી લીધા હતા

Copyright © All rights reserved. | Developed by Aneri Developers
wpChatIcon