Western Times News

Gujarati News

કપાતમાં ગયેલી જમીનના વળતરના નાણાં ખેડુતોને ન ચુકવાયા હોવાની ફરિયાદ

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા તાલુકામાં થી પસાર થતા દિલ્હી વડોદરા એકસપ્રેસ વે નેશનલ હાઈવેના કારણે સંપાદન કરવામાં આવેલી જમીન વળતર ના નાણાં અમુક ખેડૂતો ને ન મળતા જીલ્લા કલેકટર ને રજૂઆત કરવામાં આવી હતી ખેડૂતો જમીન નું વળતર મેળવવા માટે અવારનવાર રજુઆતો કરે છે પરંતુ યોગ્ય જવાબ ન મળતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આવેદનપત્ર માં જણાવ્યા અનુસાર ગોધરા તાલુકાના ચંચોપા,એરંડી,કણજિયા, કંકુથાભલા, છબનપુર, દરૂણીયા, બોડીદ્રા બુઝુર્ગ, નાટાપુર, ખાબડા, માતરીયા ગામના ખેડુતોની ખેતીની જમીનો દિલ્હી વડોદરા એકસપ્રેસ વે નેશનલ હાઈવે નં ૧૪૮ એન ના કામે સંપાદન કરવામાં આવેલ છે

અને તે સંબંધે અગાઉ અમુક ખેડુતોને વળતરના નાણાં મળી ગયેલ છે અને બાકીના ખેડૂતોને બે-ત્રણ મહીનાથી ખેડુતોના વાઉચરો બની ગયેલ હોવા છતાં આજ દિન સુધી ખેડુતોને વળતરના નાણાં મળેલ નથી અને અવાર નવા૨ ખેડુતો ને ખાસ જમીન સંપાદન અધિકારીની કચેરી ખાતે ધરમ ધકકા ખવડાવે છે

પરંતુ કોઈ પણ જાતનો યોગ્ય જવાબ આપતા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.અને અમારી સાથે તદ્દન ઉધ્ધતાઈભર્યુ વર્તન કરવામાં આવે છે સરકારી બાબુઓ જણાવે છે કે જમીન સંપાદન અધિકારી ની સહીઓ થયેલ નથી તેમ કહી અમોને અવાર નવાર અઠવાડીયા દસ દિવસમાં થઈ જશે તેવા ખોટા ખોટા વાયદાઓ કરી રહ્યા છે જેના કારણે અમોને અસહય માનસિક વેદનાઓ વેઠવાની ફરજ પડે છે.

હાલમાં મોંઘવારીનું ખુબજ મોટા પ્રમાણમાં વધારો થવાના કારણે અમો ખેડૂતોના ઘરોમાં પ્રસંગોપાત નાણાકીય ખુબજ મોટી મુશ્કેલીઓ ઉભી થાય છે જે અંગે અમોએ ખાસ જમીન સંપાદન અધિકારીને રજુઆત કરવા છતાં અમારી તકલીફોનું નિવારણ લાવતાં નથી

આ નેશનલ હાઈવેની વર્ષો સુધી કામગીરી ચાલવાની હોય અને જાે અમોને સમયસર અમારી સંપાદનમાં ગયેલ જમીન અંગેના વળતરના નાણાં ચુકવવામાં ના આવે તો અમો આર્થિક રીતે તદ્દન પાયમાલ થઈ જઈએ અને અમોને નાછુટકે ભુખમરાનો સામનો કરવાનો સમય આવે તેમ છે જેથી અમો વળતરથી વંચિત રહેલા ખેડુતોને તાત્કાલિક વળતરના નાણાં અપાવવા તમામ ખેડુતોની માંગ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.