Western Times News

Gujarati News

અસહ્ય ગરમીમાં સતત 15 કલાક ભૂખ્યા રહી ૬ વર્ષના બાળકે રોજા રાખ્યા

(પ્રતિનિધિ) ભરૂચ, પુરસા રોડ પર આવેલ નવી નગરી વિસ્તારમાં રહેતા ૬ વર્ષના મહંમદ ઝિશાન ઈબ્રાહિમ ખત્રીએ પ્રથમ રોઝો રાખતા તેને ફૂલહાર પહેરાવીને સન્માન કરાયું હતું. હાલ મુસ્લિમ સમાજમાં વિશેષ મહત્વ ધરાવતો રમઝાન માસ ચાલી રહ્યો છે. ઈસ્લામમાં રહેમતોનો મહિનો ગણવામાં આવે છે.

જેમાં મુસ્લિમ સમાજના દરેક નાના ભૂલકાઓથી લઈને જૈફ વયના વ્યક્તિઓ રોઝો રાખી, નમાજ પઢી ખુદાની બંદગી કરતાં હોય છે. અત્યારે અસહ્ય ગરમી પડી રહી છે ત્યારે પણ સતત ૧૫ કલાક સુધી ભૂખ્યા તરસ્યા રહી મુસ્લિમો રોઝો રાખે છે.

અને ખુદાની ઈબાદત કરે છે. આમોદ નગરમાં આવેલ પુરસા રોડ નવીનગરીમાં રહેતા માત્ર ૬ વર્ષના બાળક મહંમદ ઝીશાને રોઝો રાખી ખુદાની બંદગી કરી હતી. બાળકે પોતાનો પ્રથમ રોઝો રાખતા ઘર પરિવાર તેમજ મોહલ્લાના લોકોએ ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.