Western Times News

Gujarati News

રાજસ્થાન રોયલ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની જીત

મુંબઈ, વાનખેડે સ્ટેડિયમમાં આ સીઝનમાં અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચોમાં બાદમાં બેટિંગ કરનારી ટીમે જીત હાસિલ કરી છે. રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મંગળવારે રાત્રે મેચમાં પણ આ જાેવા મળ્યું છે.

૧૭૦ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આરસીબી એક સમયે મુશ્કેલમાં જાેવા મળી રહી હતી, પરંતુ અંતિમ ઓવર્સમાં દિનેશ કાર્તિક (૨૩ બોલમાં અણનમ ૪૪ રન) અને શાહબાઝ અહમદ (૨૬ બોલમાં ૪૫ રન) વચ્ચે થયેલી ૬૭ રનની ભાગીદારીએ મેચ આરસીબીના પક્ષમાં કરી દીધી હતી.

ટોસ જીતીને આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. કેપ્ટનનો આ ર્નિણય સાચો સાબિત થયો અને બીજી ઓવરમાં ડેવિડ વિલીએ યશસ્વી જાયસવાલ (૪) ને બોલ્ડ કર્યો હતો. પાવરપ્લેમાં રાજસ્થાનની ટીમ એક વિકેટ પર માત્ર ૩૫ રન બનાવી શકી હતી. ત્યારબાદ જાેસ બટલર અને હેટમાયરની ઈનિંગથી સંજૂ સેમસનની ટીમ ૧૬૯-૩ રન બનાવી શકી હતી.

જવાબમાં બેંગલોરની શરૂઆત સારી રહી પરંતુ ત્યારબાદ ટીમે સતત વિકેટ ગુમાવી હતી. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી, ડેવિડ વિલી જલદી આઉટ થઈ ગયા હતા. છઠ્ઠા નંબર પર આવેલા શાહબાઝ અને કાર્તિકની જાેડીએ મેચમાં બેંગલોરને વિજય અપાવ્યો હતો.

ડીકે જ્યારે બેટિંગ કરવા આપ્યો તો ૧૩ ઓવરમાં ટીમનો સ્કોર ૮૭/૫ હતો. આગામી સાત ઓવરમાં ૮૨ રન બનાવવા મુશ્કેલ લાગતા હતા. કાર્તિકે અશ્વિન જેવા અનુભવી સ્પિનરની છેલ્લી ઓવરમાં ૨૧ રન ફટકારી ટીમની વાપસી કરાવી હતી. ત્યારબાદ ૧૫મી ઓવરમાં નવદીપ સૈનીએ ૧૬ રન આપી દીધા.

શાહબાઝે કાર્તિકનો સાથ આપ્યો હતો. તે ૧૮મી ઓવરમાં એક ચોગ્ગો અને છગ્ગો ફટકારી બોલ્ટની ઓવરમાં આઉટ થયો હતો. ત્યારબાદ કાર્તિક અંત સુધી ક્રીઝ પર રહ્યો અને મેચ પૂરી કરી હતી. પાછલી મેચમાં દમદાર સદી ફટકારનાર બટલરે આ મેચમાં પણ અડધી સદી ફટકારી હતી. બટલરે મુશ્કેલ પીચ પર શરૂઆતમાં ધીમી બેટિંગ કરી પરંતુ અંતિમ ઓવરોમાં આક્રમક ફટકાબાજી કરી હતી.

બટલરે ૪૭ બોલમાં ૬ સિક્સ સાથે અણનમ ૭૦ રન બનાવ્યા હતા. તો શિમરન હેટમાયરે પણ ૩૧ બોલમાં અણનમ ૪૨ રન બનાવ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.