Western Times News

Latest News from Gujarat India

ગ્રાહકોને FDની ખોટી રસીદો આપીને ૩.૧૮ કરોડનો ચૂનો લગાવાયો

જામનગર, જામનગરની ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કની જામજાેધપુર શાખામાં કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, અહીં ફિક્સ ડિપોઝિટ મૂકવા આવેલા ગ્રાહકોને એફડીનું હાથથી તૈયાર કરવામાં આવેલું અને બેન્ક જેવું જ સર્ટિફિકેટ આપીને છેતરવામાં આવતા હતા.

આ પ્રકારે ગ્રાહકોને રુપિયા ૩.૧૮ કરોડનો ચૂનો લગાવ્યો હોવાનો ખુલાસો થયો છે. આ સમગ્ર પ્રકરણનો પર્દાફાશ થતા બેન્કના ચેરમેન દ્વારા જવાબદાર કર્મચારીઓ સામે પગલા લેવાની ખાતરી આપી છે. નોંધનીય છે કે જામનગરી સહકારી ક્ષેત્રની મોટી બેન્કોમાં ગણાતી જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કમાં તાજેતરમાં જ કૌભાંડ સામે આવ્યું છે.

બેન્કને ચેરમેન પી.એસ.જાડેડાએ આ બાબતે જણાવ્યું હતું કે, જામજાેધપુર બ્રાન્ચમાં એફડી માટે પૈસા મૂકવા આપેલા ગ્રાહકોના નાણાં સ્વીકારવામાં આવ્યા હતા પરંતુ તેમને બેન્કના નામનું એક નકલી સર્ટિફિકેટ આપવામાં આવતુ હતું.

આ જાણકારી સામે આવતાં ઉચ્ચ અધિકારીઓ, રિકવરી મેનેજરને ઓડીટ સાથે તપાસ સોંપવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું કે ૩.૧૮ કરોડની છેતરપિંડી કરવામાં આવી છે.

આ ઘટના સાથે જાેડાયેલા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ફોજદારી પગલા પણ લેવામાં આવશે.આગામી દિવસમાં આ કર્મચારીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવશે. બેન્કના ચેરમેન દ્વારા તો આ કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે પરંતુ આ ઘટના સામે આવ્યા પછી બીજા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે શું તેટલા જ કર્મચારીઓની તેમાં સંડોવણી છે? આ એફડી સર્ટિફિકેટ કોણ બનાવી આપતુ હતું? આ પ્રશ્નોના ઉત્તર તપાસની સાથે સામે આવશે તેવી શક્યતા સેવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કની મુખ્ય ઓફિસ જામનગર શહેરમાં છે, તેમજ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તેની ૪૦ શાખાઓ છે. આ બેન્કમાં કરોડોનું કૌભાંડ સામે આવતા સિનિયર અધિકારી, ચાર બ્રાન્ચ મેનેજર, બે ક્લાર્ક અને એક પટાવાળાની સંડોવણી હોવાની વાત સામે આવી હતી. તાજેતરમાં જ નિમવામાં આવેલા ડિરેક્ટર પી.એસ.જાડેજાએ ઓડિટનો આદેશ આપ્યા પછી આ કૌભાંડ સામે આવ્યુ હતુ.SSS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers