Western Times News

Latest News from Gujarat India

ગુજરાત સરકારના હકારાત્મક અભિગમથી બાંધકામના વિકાસલક્ષી કામો ઝડપથી પુરા કરી શકાશે

ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના કોન્ટ્રાકટરો દ્ધારા ગુજરાત રાજ્યમાં ચાલતા સરકારી કામોમાં વપરાતા માલસામાનમાં થયેલ અસામાન્ય ભાવ વધારો કોન્ટ્રાકરોને ચુકવવા તથા અન્ય પ્રશ્નો અંગે ગુજરાત સરકાર સમક્ષ થયેલ રજુઆતોનો રાજ્ય સરકાર દ્ધારા સ્વિકાર કરવામાં આવેલ છે.

ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના પ્રમુખશ્રી અરવિંદભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, ઉપરોક્ત અમારી  ન્યાયિક માંગણીઓ અંગે હકારાત્મક અભિગમ રાખી ગુજરાત સરકારશ્રી દ્ધારા સ્વીકાર કરવા બદલ  ગુજરાતના  કોન્ટ્રાક્ટરો વતી ગુજરાતના  કોન્ટ્રાક્ટર્સ  એસોસિએશન રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા રાજ્ય સરકારશ્રીના મંત્રીઓ તથા જુદા-જુદા વિભાગના સચિવશ્રીઓનો પણ ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના તમામ હોદે્દારો હદયપુર્વક આભાર વ્યક્ત કરે છે.

છેલ્લા બે વર્ષમાં ડીઝલ, ડામર, સિમેન્ટ, સ્ટીલ અને બાંધકામના અન્ય માલ સામાનમાં અસહ્ય ભાવ વધારો થયેલ છે જે રાજ્ય સરકાર ના દરેક કરાર માં સમાન પ્રાઇઝ એસકેલેશન ની જોગવાઈ ન હોવા ના કારેણે તથા SBD ન હોવા ના કારણે બાંધકામ ના કામો ઘોચ માં પડ્યા હતા.

પરંતુ આ બાબતે ગુજરાત ના દૂરદર્શી નેતૃત્વ એ રાજ્યના હિતમાં ઐતિહાસિક નિર્ણય લઇ આપણને માર્ગ અને મકાન વિભાગ, સિંચાઇ, શહેરી વિકાસ, ગુજરાત સરકાર સહાયિત સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ વગેરે વિભાગોના કામોના ટેન્ડરોમાં યોગ્ય ન્યાય અને રાહતો આપી, રાજ્ય ના કામો ને ખોરંભે પડતાં અટકાયા છે તે બદલ દુરદર્શી મહાનુભાવોનો અભિવાદન સમારંભ તા. ૦૬/૦૪/૨૦૨૨ ના રોજ જેડ બેન્કવેટ્સ હોલ, રાજપથ કલબ પાસે, સિન્ધુ ભવન રોડ, બોડકદેવ, અમદાવાદ કરવામાં આવ્યું હતું.

માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ – ગુજરાત સરકાર,
માનનીયશ્રી સી. આર. પાટીલ, સાંસદ અને પ્રદેશ પ્રમુખશ્રી ભારતીય જનતા પાર્ટી, ગુજરાત
માનનીયશ્રી કનુભાઇ દેસાઇ, મંત્રીશ્રી, નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, ગુજરાત સરકાર,
માનનીય પૂર્ણેશભાઇ મોદી, મંત્રીશ્રી, માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, ગુજરાત રાજ્ય,
માનનીય શ્રી રૂષિકેશ પટેલ સાહેબ, મંત્રીશ્રી, આરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ. જળ સંપતિ અને પાણી પુરવઠો, ગુજરાત સરકાર,
ડો. ભરતભાઈ બોઘરા સાહેબ, ઉપપ્રમુખશ્રી, ભારતીય જનતા પાર્ટી, ગુજરાત.

શ્રી અરવિંદભાઇ પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે,  ગુજરાત સરકારશ્રીના હકારાત્મક અભિગમથી ગુજરાત સરકારના જાહેર બાંધકામના વિકાસલક્ષી કામો ઝડપથી અને સમયસર પુરા કરી શકાશે અને ગુજરાત રાજ્યના વિકાસને તેમજ તેનાથી રાષ્ટ્રના વિકાસને પણ ઝડપી બનશે.

GCA ના માનદ મંત્રી શ્રી કમલેશભાઈ શાહ એ જણાવ્યુ હતું કે ગુજરાત રાજ્ય ના દૂરદર્શી નેતૃત્વએ અતિ આવશ્યક રીફોર્મ્સ હેઠળ બેલેન્સ્ડ SBD (સ્ટાન્ડર્ડ બિડિંગ ડૉક્યુમેન્ટ) અમલ કરવા ના આદેશ કરી a)બાંધકામ કરારોની પ્રાપ્તિમાં પારદર્શિતા વધારી છે, b) એકરૂપતા કરી છે, c) અસ્પષ્ટ અથવા ખોટી બિડની ઓછી તકો થશે,

d) બિડિંગ પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છતા તમામ કોન્ટ્રાક્ટરોને સમાન તક મળશે, e) તંદુરસ્ત સ્પર્ધામાં વધારો થશે, f) સંતુલિત કરાર લાંબા ગાળે સરકાર પરના litigations અને વ્યાજના બોજને ઘટાડશે, g) સરકારી વહીવટી તંત્ર માટે અમલમાં સરળતા થશે, તથા h) કોન્ટ્રાક્ટરો માટે વ્યવસાય કરવાની સરળતા વધારશે.

આ SBD જેવા ઐતિહાસિક રીફોર્મ્સ થી ગુજરાત રાજ્ય ના ક્રેડિટ રેટિંગ માં હજુ સુધારા થવા માં મદદ રૂપ થશે જેથી બેન્કો અને અન્ય નિવેશકો ને ગુજરાત રાજ્ય માં PPP ધોરણે નિવેશ કરવા અતિ આવશ્યક પ્રેરણા આપશે અને ગુજરાત રાજ્ય પ્રત્યે નિવેશકો નો આત્મ વિશ્વાસ પણ વધશે.

ભાવ વધારાનો અમલ મહાનગરપાલિકા, નગરપાલિકા,  નિગમો, સર્વશિક્ષા અભિયાન, અર્બન ડેવલપમેન્ટ ઓર્થોરીટી, જેટકો, જી.ઇ.સી.એલ, જી.આઇ.ડી.સી., પી.આઈ.યુ., ફિશરીશ ડીપાર્ટમેન્ટ, ટુરિઝમ, પવિત્ર યાત્રાધામ વિકાસ નિગમ, પોલીસ હાઉસિંગ, જી.ડબલ્યુ.એસ.એસ.બી. સિંચાઇ, નર્મદા નિગમ, જી.યુ.ડી.એલ. બોર્ડ/ નિગમ/ સરકારી તથા અર્ધસરકારી વિભાગો/નગરપાલિકા વગેરે તમામમાં લાગુ પડશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers