Western Times News

Latest News from Gujarat India

રશિયાએ યુક્રેનમાં મચાવેલી તબાહીની સાચી તસ્વીરો પત્રકારોએ કેમેરામાં કેદ કરી

યુક્રેનમાં ૧૮ પત્રકારના મોતસમય અને યુધ્ધની પધ્ધતિ બદલાતા વિશ્વભરને માત્ર પત્રકારો જ જાનના જાેખમે રિપોર્ટીંગ કરી સાચી માહિતી પુરી પાડે છે

વિશ્વમાં પાડોશી દેશો વચ્ચે યુધ્ધ થતાં હોય છે જાેકે વિશ્વ યુધ્ધ પછી ભયાનક યુધ્ધ સૌ પ્રથમ વાર લોકો નિહાળી રહયા છે રશિયાએ યુક્રેન ઉપર કરેલા હુમલાથી સમગ્ર દેશ બરબાદ થઈ ગયો છે યુક્રેન નાટોમાં જાેડાય નહીં તેવી પુતિનની સુચનાની યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સીકે અવગણના કરી અમેરિકા સહિતના દેશોને ખુલ્લેઆમ ટેકો આપતા યુધ્ધના મંડાણ થયેલા છે.

૪૦ થી વધુ દિવસ થવા છતાં યુધ્ધ હજુ ચાલુ છે જાેકે આમા માત્રને માત્ર યુક્રેનમાં ખાનાખરાબી થઈ રહી છે. રશિયાના સૈનિકો મર્યા છે પરંતુ યુક્રેન દેશના મોટાભાગના શહેરો નેસ્તનાબુદ થવાની અણી પર છે.

લાખો લોકોએ હિઝરત કરી પોલેન્ડ સહિતના દેશોમાં આશ્રય લીધો છે. યુક્રેનમાં થયેલા નુકસાનની સાચી તસવીરો પત્રકારોએ જાહેર કરતા વિશ્વભરના દેશો ચોંકી ઉઠયા છે. યુક્રેનમાં જાનના જાેખમે ભારત સહિત અનેક દેશોના પત્રકારો રીપોર્ટીંગ કરી રહયા છે અને તેઓ કેટલીક જીવંત તસવીરો પણ બતાવે છે.

તાજેતરમાં જ બે દિવસ પહેલા એક પત્રકારને કેટલાક સૈનિકોએ ઘેરી લીધા બાદ રાયફલ તાકી દીધી હતી પરંતુ સદ્‌નસીબે સૈનિકોએ તે પત્રકારને જવા દીધો હતો. મહત્વપૂર્ણ બાબત એ છે કે યુક્રેનમાં રીપોર્ટીંગ કરવા આવેલા ૧૮ જેટલા પત્રકારોએ જીવ ગુમાવ્યા છે જે કમનસીબ બાબત છે.

વિશ્વમાં પ્રાચીન કાળથી યુધ્ધ થઈ રહયા છે પરંતુ સમય જતા હવે યુધ્ધ વિનાશક બનવા લાગ્યા છે પહેલા રણભૂમિમાં પ્રતિસ્પર્ધી લશ્કરો એકબીજાના સૈનિકોનો ખાત્મો બોલાવતા હતા પરંતુ હવે પરમાણુ બોમ્બ જેવા અત્યંત ઘાતક હથિયારો વિકસાવવામાં આવ્યા છે આ ઉપરાંત ફાયટર પ્લેનો પણ એકબીજાના દેશોમાં ઘુસી વિનાશ વેરતા હોય છે પરિણામે યુધ્ધની પધ્ધતિ હવે બદલાઈ ગઈ છે અને હવે સમગ્ર દેશને જ બરબાદ કરવામાં આવે છે જેનુ તાજુ ઉદાહરણ યુક્રેન છે.

યુક્રેનમાં યુધ્ધ દરમિયાન રશિયાએ રહેણાંક વિસ્તારોમાં પણ હુમલા કર્યાં છે જેના પરિણામે લાખો લોકો હિજરત કરી ગયા છે પરંતુ યુક્રેનની અંદરની સાચી તસવીરો પત્રકારોએ જ બહાર પાડી છે

જેના પરિણામે હવે રશિયાને પણ સ્પષ્ટતા કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. પત્રકારોએ સામુહિક કબર શોધી તેની તસવીરો વાયરલ કરતા ભારે ઉહાપોહ મચેલો છે. આ ઉપરાંત સામાન્ય નાગરિકોને ક્રુરતા પૂર્વક મારવામાં આવ્યા હોવાના અહેવાલો પ્રસારિત થયા છે પરંતુ રશિયા આ બાબતનો ઈન્કાર કરી રહયું છે. જાેકે સાચી બાબત ટુંક સમયમાં પત્રકારો જ બહાર લાવશે.

યુધ્ધ અંગે બોલવુ ખૂબ જ સહેલુ છે પરંતુ યુધ્ધ શરૂ થાય પછી તેની ભયાનકતાનો ખ્યાલ આવતો હોય છે. પહેલાના જમાનામાં જે યુધ્ધો થતા હતા તેનો અંદાજ કે ખ્યાલ માત્ર તેના ઈતિહાસમાંથી આવે. માત્રને માત્ર શબ્દોના માધ્યમથી જે ચિત્રણ કરાયુ હોય તે અંગે કલ્પના કરવાની હોય છે.

ઈતિહાસકારોએ પુસ્તકોમાં જે ઉલ્લેખ કર્યો હોય- લોક સાહિત્યકારો કે લોકવાયકાઓ પરથી જે તે સમયે લડાયેલા યુધ્ધનો અંદાજ લગાવવામાં આવતો હોય છે. ધીમે ધીમે નવી નવી શોધ થઈ અને નવા યુગમાં પ્રવેશ્યા તેમ તેમ ફોટોગ્રાફી આવી. કેમેરાથી જે પિકચર લેવાતા તે અખબારોમાં છપાતા હતા તેની સાથે પત્રકારનો અહેવાલ આવતો હતો.

ફોટોગ્રાફર- પત્રકાર યુધ્ધના સ્થળે જઈને અહેવાલો- ફોટોગ્રાફર મેળવતા હતા. ત્યાર પછી નવા-નવા આવિષ્કાર થયા. નવી-નવી ટેકનોલોજી અમલમાં આવી. વિડિયોગ્રાફીને કારણે હવે તો યુધ્ધ સ્થળેથી લાઈવ રીપોર્ટીંગ થાય છે પ્રથમ- દ્વિતીય વિશ્વ યુધ્ધના સમયે અનેક પત્રકારો- ફોટોગ્રાફરોએ પોતાના જીવ ગુમાવ્યા હતા

અને જેઓ બચી ગયા તેમણે ઉપરવાળાનો આભાર માન્યો હશે. યુધ્ધના સમયનું સ્પોટ રીપોર્ટીંગ હિંમતની સાથે-સાથે ત્વરીત નિર્ણય શક્તિ જે તે સમયે સ્થાનિક લોકો તથા સૈન્યની વર્તણૂક સહિતનો અભ્યાસ માગી લે છે યુધ્ધના સમયે અહેવાલ મેળવવા જતા રીપોર્ટરમાં સ્થાનિક પરિસ્થિતિ- વાતાવરણ તથા જીવના જાેખમે રીપોર્ટીંગ કરવાની આવડત-ધગશ અને હિંમત હોવી આવશ્યક છે.

છેલ્લા ૩પ દિવસ કરતા વધારે સમયથી દુનિયાની નંબર-ટુ મહાસત્તા રશિયા તથા નાનકડા એવા યુક્રેન વચ્ચે ભિષણ યુધ્ધ ચાલી રહયુ છે. આ ભિષણ યુધ્ધમાં યુક્રેનને વ્યાપક નુકસાન થયુ છે લાખો લોકો ઘર વિનાના થઈ ગયા છે અને આસપાસના દેશોમાં આશ્રય લઈ રહયા છે. રશિયા તરફથી ઝીંકાયેલી મિસાઈલો – બોંબ મારાથી સેંકડો ઈમારતો – મકાનો ધરાશાયી થઈ ગયા છે. ઈમારતોનો તો કચ્ચરઘાણ નીકળી ગયો છે અનેક સૈનિકો- નાગરિકોના મોત થયા છે.

બીજી તરફ રશિયાની આર્મીના વાહનો, વિમાનો- હેલિકોપ્ટરો તથા ટેંકોનો ખુરદો બોલી ગયો છે રશિયાના સેંકડો સૈનિકો યુધ્ધમાં માર્યા ગયાનો દાવો યુક્રેન તરફથી થઈ રહયો છે. ભિષણ યુધ્ધના લાઈવ દ્રશ્યો બતાવવા માટે દેશ-વિદેશના અનેક પત્રકારો- ફોટોગ્રાફરો તથા ચેનલોના પત્રકારો- કેમેરામેન સાથે પહોંચી ગયા છે

યુક્રેન- રશિયા વચ્ચે ભિષણ યુધ્ધનો આંખો દેખ્યો અહેવાલ રોજ પ્રસારીત થાય છે ભિષણ યુધ્ધના સમયે બંને દેશોની સેના મરવા-મારવા પર હોય છે સામે કોણ છે તેનો અંદાજ રહેતો નથી એટલે જ પત્રકારોને ખાસ પ્રકારના બુલેટ પ્રુફ જેકેટ- ટોપો અપાય છે. જેના પર “પ્રેસ” લખેલુ હોય છે

જેથી તેમના વાહનોને અને તેમને આર્મી આસાનીથી જવા દે છે અને હુમલા કરતા નથી પરંતુ સૌથી વધારે જાેખમ મિસાઈલ હુમલો થાય છે ત્યારે હોય છે. મિસાઈલ પડે ત્યારે આસપાસનું બધુ ખેદાન-મેદાન કરી નાંખે છે. આ સમયે પત્રકા તથા તેની સાથે કેમેરામેનનો જીવ જાેખમમાં મુકાય છે.

ઘણી વખત સામસામેની અથડામણમાં પત્રકાર- કેમેરામેનને જીવ ગુમાવવો પડે છે. છેલ્લા ૩પ દિવસથી વધારે સમયથી ચાલી રહેલા યુક્રેન- રશિયા વચ્ચેના ભિષણ યુધ્ધમાં લગભગ ૧૮ પત્રકારોએ ફરજ દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા છે જયારે એક પત્રકારની કાર સામે સૈનિકો બંદુક લઈને આવી ગયા હતા માત્ર ગોળીબાર કરે તેટલી વાર હતી

પરંતુ સદ્‌નસીબે પત્રકારનો જીવ બચી ગયો. યુક્રેન- રશિયા વચ્ચેના યુધ્ધને વિશ્વભરની પ્રજા સમક્ષ પહોંચાડવામાં જીવના જાેખમે પોતાની ફરજ અદા કરતા જાબાઝ પત્રકારો- કેમેરામેન તથા ફોટોગ્રાફરોની જ મહેનત છે કે જેના કારણે યુક્રેન- રશિયા વચ્ચેના ભિષણ યુધ્ધની ભયાનકતાનો ખ્યાલ આવી શકે છે એક યુધ્ધ કેટલુ ભયાનક હોય છે

તેનો ખ્યાલ વિશ્વના લોકોને આવી રહયો છે અને તેથી જ વિશ્વભરમાં યુધ્ધ સામે વિરોધ થઈ રહયો છે યુક્રેનની હાલત જાેઈને વિશ્વના જુદા-જુદા દેશના નાગરિકોએ રશિયા સામે વિરોધ વ્યકત કર્યો છે. રશિયા-યુક્રેન વચ્ચેના યુધ્ધને પ્રજા સુધી પહોંચાડતા જાબાઝ પત્રકારો- ફોટોગ્રાફરો મૃત્યુને ભેટયા છે.

વગર હથિયારે યુધ્ધના મેદાનમાં ઉતરીને માત્ર કલમ કે ફોટોગ્રાફીના ઉપયોગથી કામ કરતા આ જાબાઝ પત્રકારો- ફોટોગ્રાફરો સાચા અર્થમાં બહાદુર – જાંબાઝ છે જે પત્રકારો- ફોટોગ્રાફર્સ મૃત્યુ પામ્યા છે તે સાચા અર્થમાં શહિદ કહી શકાય આવા તમામ સાથી પત્રકાર મિત્રો- ફોટોગ્રાફર્સ- વિડિયો ગ્રાફરની બહાદુરીને સો-સો સલામ છે જયારે જે સાથી પત્રકાર મિત્રો- ફોટોગ્રાફર્સ પોતાની ફરજ અદા કરતા મૃત્યુ પામ્યા છે તેમને શ્રધ્ધા-સુમન અર્પણ છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers