Western Times News

Gujarati News

આર્ટ ગેલેરી અમદાવાદની ગુફા ખાતે એન.કે. પટેલના ફોટોગ્રાફ્સ પ્રદર્શન યોજાયું

અમદાવાદ શહેરમાં અમદાવાદની ગુફા ખાતે આર્ટ ગેલેરીમાં શ્રી એન.કે.પટેલ ના ફોટોગ્રાફ્સ નું એક્ઝિબિશન યોજાયું હતું. એન. કે. પટેલે પ્રદર્શિત કરેલ ફોટોગ્રાફસ ખુબ જ અનોખા હતા.

આ સમગ્ર એક્ઝિબિશનમાં પ્રદર્શિત થયેલ ફોટોગ્રાફ્સ માં ભારત દેશના નોર્થ-ઇસ્ટ ની સંસ્કૃતિ ની ઝલક દર્શાવેલી હતી. આ એક્ઝિબિશનમાં મુખ્ય અતિથિ તરીકે પદ્મશ્રી.ડો. જીતેન્દ્ર નાથ ગોસ્વામી હાજર રહ્યા હતા.

આ ફોટોગ્રાફી પ્રદર્શન વિશે જણાવતા શ્રી એન.કે. પટેલે જણાવ્યું હતું કે ભારત દેશ ના અલગ અલગ રાજ્યોમાં ફરવાના અને ફોટોગ્રાફીના શોખને લીધે તેમણે નોર્થ-ઇસ્ટ ના લગભગ દસ જેટલા પ્રવાસ કર્યા. તેમને ત્યાંની સંસ્કૃતિ, લોકો, પહેરવેશ, આર્કિટેક્ચર આ બધું જોયા પછી

પ્રેરિત થયા અને આ બધા પ્રદર્શિત થયેલા ફોટોગ્રાફ્સ નોર્થ-ઇસ્ટ ના અંતરિયાળ વિસ્તારના છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઉત્તર પ્રદેશ અને દેશના ઉત્તર-પૂર્વના આઠ રાજ્યો ભારતમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ રાજ્યોનું સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ દેશના બાકીના રાજ્યો કરતા અલગ છે. લેન્ડસ્કેપ, સમુદાયોની શ્રેણી અને ભૌગોલિક અને પર્યાવરણીય વિવિધતા આ રાજ્યોને દેશના બાકીના ભાગો થી તદ્દન અલગ બનાવે છે.

આ ફોટોગ્રાફ્સ દલાઈ લામા જ્યાંથી ભારતમાં ૧૯૬૦માં આવ્યા અને ૧૯૪૪ માં વર્લ્ડ વોર વખતે આઝાદ હિંદ ફોજ મણિપુરમાં ક્યાંથી આવી તેના પણ ફોટોગ્રાફ્સ આ પ્રદર્શનમાં હતા. આ ઉપરાંત આ ફોટોગ્રાફી એક્ઝિબિશન માં મુખ્ય આકર્ષણ નોર્થ-ઇસ્ટના કુદરતી સૌંદર્ય ના ફોટોગ્રાફ્સ ની રહી હતી.

લોકો, સંસ્કૃતિ, આર્કિટેક્ચર અને ઐતિહાસિક સ્મારકો, લેન્ડસ્કેપ વાઇલ્ડલાઇફ વગેરેમાં ફેલાયેલી સામગ્રી સાથે છબીઓ તેના દર્શકને ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશના લોકો સ્થાનો અને સાંસ્કૃતિક ઉત્પાદનોના જ્ઞાન શાસ્ત્રીય માળખામાં એક આકર્ષક સમજ આપે છે.

દર્શકોને આ અનોખો પરિપ્રેક્ષ્ય અને શક્યતા પ્રદાન કરીને, તે તેમની પાસેથી એક વ્યાપક દ્રષ્ટિકોણ ની પ્રેરણા આપે છે. આ છબીઓ લોકો, સ્થાનો અને સંસ્કૃતિ વિશે વધુ જાણવાની પ્રેરણા આપે છે. તેઓ બૌદ્ધિક કથારસીસ હાંસલ કરવા માટેનું એક માધ્યમ બની જાય છે. આ પ્રદર્શનના માધ્યમથી શ્રી પટેલનો હેતુ એ છે કે આ ફોટોગ્રાફસ દ્વારા સામાન્ય પ્રેક્ષકોના મનમાં ઉત્તર – પૂર્વના વિસ્તાર માટેની આંશકાઓ, પૂર્વધારણાઓ અને બિન – પ્રમાણિત માન્યતાઓ પણ બદલાશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.