Western Times News

Latest News from Gujarat India

મોડાસામાં કમલમ ખાતે ભાજપના સક્રિય કાર્યકર્તા કાર્ડ વિતરણ સંમેલન યોજાયું

(પ્રતિનિધિ) મોડાસા,મોડાસામાં કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર જિલ્લાના સક્રિય કાર્યકર્તાને કાર્ડ વિતરણ માટેનું સંમેલન મંગળવારે સાંજે યોજાયું હતું.

જેમાં અરવલ્લી જિલ્લા પ્રભારી કુ.જયબેન દેસાઇ, સહ પ્રભારી ગીરીશભાઇ જગાણીય, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલ, જિલ્લા ના પૂર્વ પ્રમુખ ભરતસિંહ રહેવર, જિલ્લા મહામંત્રી ભીખાજી ઠાકોર, સાબરડેરી ચેરમેન શામળભાઇ પટેલ ઉપસ્થિત રહી તેઓના હસ્તે સક્રિય કાર્યકર્તાને કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા અને ઉપસ્થિત મહાનુભાઓ દ્વારા પ્રસંગોચીત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર. પાટીલ ઝૂમ એપના માધ્યમથી વર્ચ્યુઅલી સંબોધન સૌએ સાંભળ્યું હતું .આ વર્ચ્યુઅલી લાઇવ સંબોધન – માર્ગદર્શન અરવલ્લી જિલ્લાના બહોળી સંખ્યામાં ઉપસ્થિત સક્રિય કાર્યકર્તાઓએ સાંભળ્યું હતું.

સમગ્ર સંમેલનનું સંચાલન જિલ્લા મહા મંત્રી હસમુખભાઇ પટેલ, જગદિશભાઇ ભાવસાર દ્વારા કરવામાં આવ્યું હતું સંમેલનના અંતિમ ચરણ માં મહામંત્રી જગદિશભાઇ દ્વારા આભાર વીધી કરી કાર્યક્રમ નું સમાપન કરાયું હતું.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers