Western Times News

Gujarati News

સ્કૂલે જવા લાગ્યો નકુલનો ૧૪ મહિનાનો દીકરો સૂફી

મુંબઇ, દરેક માતા-પિતા તેમના નાના બાળકોને રોજ નવું-નવું શીખવવા માટે આતુર હોય છે. તે જ્યારે એક વર્ષના હોય ત્યારે બોલતા શીખવવાની વાત હોય કે પછી પા પા પગલી ભરતા શીખવવાની વાત.

જ્યારે બાળક પહેલીવાર સ્કૂલે જાય ત્યારે સૌથી વધારે ઉત્સાહિત પણ મા-બાપ જ હોય છે. સેલિબ્રિટી પેરેન્ટ નકુલ મહેતા અને જાનકી પરીખ પણ ત્યારે સૌથી વધારે ખુશ દેખાયા જ્યારે તેમનો ૧૪ મહિનાનો દીકરો સૂફીનો સ્કૂલમાં પહેલો દિવસ હતો. બ્લૂ રંગની આંખો, બ્લોન્ડ વાળ અને ગુલાબી ગાલ ધરાવતો નાનકડો સૂફી એ ક્યૂટ સ્ટારકિડ્‌સમાંથી એક છે.

નકુલ મહેતા અને જાનકી પરીખ તેની તસવીરો અવારનવાર શેર કરતા રહે છે જેને ફેન્સ પણ પસંદ કરે છે. નકુલ મહેતાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર દીકરા સૂફીના સ્કૂલના પહેલા દિવસનો વીડિયો શેર કર્યો છે. જેમાં સૂફીની મમ્મી, જાનકી પરીખ તેને સ્કૂલે જવા માટે તૈયાર કરતી જાેઈ શકાય છે.

બાદમાં જાનકી દીકરા સૂફીને ‘તે ક્યાં જઈ રહ્યો છે?’ તેવો સવાલ પણ કરી રહે છે. સૂફી હજી બોલતા શીખ્યો નથી ત્યારે તેના જવાબમાં નકુલ કહે છે કે ‘સૂફી સ્કૂલે જઈ રહ્યો છે’. સ્કૂલના પહેલા દિવસે સૂફીએ ઓરેન્જ કલરનું ટીશર્ટ અને ડેનિમ પહેર્યું હતું, જેમાં તે ક્યૂટ લાગતો હતો.

વીડિયોમં સૂફી ખુશ અને ઉત્સાહિત જણાઈ રહ્યો છે. સૂફીના વીડિયો પર નકુલ મહેતા અને જાનકી પરીખના ફ્રેન્ડ્‌સના રિએક્શન સામે આવ્યા છે. દ્રષ્ટિ ધામીએ તેને ‘બિગ બોય’ ગણાવ્યો છે અને કેટલાક રેડ હાર્ટ ઈમોજી મૂક્યા છે. તો સરગુન મહેતાએ લખ્યું છે ‘તું જાણે છે કે તું તને શું કહેવા માગુ છું’ તો પ્રિયંકા કાલાંત્રીએ લખ્યું છે ‘તે ખૂબ જ ક્યૂટ છે’.

નકુલ મહેતાએ આ સિવાય ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પત્ની અને દીકરા સાથેની સેલ્ફી શેર કરી છે. તેઓ જ્યારે સૂફીને સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા તે દરમિયાનની આ સેલ્ફી છે. તેની સાથે લખ્યું છે કે, ‘ધારો…આજે કોણ સ્કૂલે જઈ રહ્યું છે?’. જણાવી દઈએ કે, નકુલ મહેતા અને જાનકી પરીખે ૨૦૧૨માં લગ્ન કર્યા હતા. લગ્નના નવ વર્ષ બાદ તેઓ માતા-પિતા બન્યા હતા. ફેબ્રુઆરી, ૨૦૨૧માં સૂફીનો જન્મ થયો હતો.

વર્ક ફ્રંટની વાત કરીએ તો, નકુલ મહેતા હાલ સીરિયલ ‘બડે અચ્છે લગતે હૈ ૨’માં જાેવા મળી રહ્યો છે. જેમાં તે ‘રામ’નું પાત્ર ભજવી રહ્યો છે. આ સીરિયલમાં તેની ઓપોઝિટમાં દિશા પરમાર છે, જે ‘પ્રિયા’ના રોલમાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.