Western Times News

Gujarati News

અમિત શાહ:લાલુ પ્રસાદે ગોધરા કાંડને એક દુર્ઘટનાના રૂપમાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો

નવીદિલ્હી, ગૃહમંત્રી અમિત શાહે ભૂતપૂર્વ રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવ પર ૨૦૦૨ના ગોધરા ટ્રેન હત્યાકાંડને એક દુર્ઘટનાના રૂપમાં રજૂ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો, જે ઘટનાની તપાસ માટે તેમણે એક નવી સમિતિની નિમણૂંક કરી હતી.

ભાજપના સાંસદ બ્રિજલાલે ફોજદારી પ્રક્રિયા (ઓળખ) બિલ પર ચર્ચા દરમિયાન ગોધરા મુદ્દાનો ઉલ્લેખ કર્યો અને ઘટનાની તપાસ માટે સપ્ટેમ્બર ૨૦૦૪માં તત્કાલિન રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવ દ્વારા યુસી બેનર્જી કમિશનની રચના પર પ્રશ્ન ઉઠાવ્યો.

ગોધરાની ઘટનાનો ઉલ્લેખ કરતા લાલે જણાવ્યું કે સાબરમતી એક્સપ્રેસના એક કોચમાં ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ આગ લગાડવામાં આવી હતી, જેમાં ૫૯ લોકોના મોત થયા હતા. તેમણે જણાવ્યું કે, રાજદના તત્કાલીન રેલ મંત્રીએ યુસી બેનર્જી કમિશનની રચના કરી હતી, જેમાં ૧૭ જાન્યુઆરી, ૨૦૦૫ના રોજ એક અહેવાલ સુપરત કર્યો હતો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આગ દુર્ઘટનાવશ લાગી હતી અને કોચમાં કોઈ આગ લગાડવામાં આવી નહોતી. આયોગની રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, કોચમાં સાધુ હતા, જે નશાવાળી વસ્તુઓનું ધ્રૂમપાન કરી રહ્યા હતા અને તેમની ભૂલના કારણે આગ લાગી હતી.

ઉત્તર પ્રદેશ કેડરના ભૂતપૂર્વ આઇપીએસઅધિકારી લાલે જણાવ્યું હતું કે ટ્રાયલ કોર્ટે આ કેસમાં ૧૧ દોષિતોને મૃત્યુદંડની સજા સંભળાવી હતી અને કેટલાક વિરોધી પક્ષો પર આતંકવાદીઓની સાથે સહાનુભૂતિ રાખવાનો આરોપ મૂક્યો હતો.

બાદમાં, હાઈકોર્ટે ૧૧ દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી, જ્યારે ૨૦ અન્યની અગાઉની આજીવન કેદની સજાને યથાવત રાખી હતી. તેમના નિવેદન બાદ ગૃહમાં હોબાળો મચી ગયો હતો.

રાજદ સાંસદ મનોજ ઝાએ કહ્યું કે આવી કોઈ પણ ઘટના પછી ભલે તે કાશ્મીરમાં બની હોય કે ગોધરા કે દિલ્હીમાં, ‘આપણે બધા તેના માટે સામૂહિક રીતે જવાબદાર છીએ. તમે આ માટે બીજા કોઈને દોષી ઠેરવી શકો નહીં.

તેના પર ગૃહમાં હાજર ગૃહમંત્રી અમિત શાહે ઉભા થઈને કહ્યું, કદાચ ઝાએ લાલનું ભાષણ સાંભળ્યું નથી, જેમણે કશું અતાર્કિક કહ્યું નથી. શાહે કહ્યું, ‘તે સમયે રેલ્વે મંત્રીએ ઘટનાને એક અલગ એંગલ આપવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.

લાલૂ પ્રસાદ યાદવનું નામ લીધા વિના શાહે જણાવ્યું હતું કે, તેમણે આ તથ્યને જાણ્યા પછી સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એક ભૂતપૂર્વ ન્યાયાધીશ દ્વારા તપાસ ચાલી રહી છે, તેમણે રેલવે અધિનિયિમનો ઉપયોગ કરી એક નવી સમિતિની નિમણૂંક કરી. શાહે જણાવ્યું, સમિતિએ જણાવ્યું હતું કે, આ એક દુર્ઘટના હતી અને કોઈ કાવતરું નહોતું. સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.

ગૃહમંત્રીએ જણાવ્યું કે, તેથી જ તેમણે (બૃજ લાલ) કહ્યું કે તેને એક અલગ દિશા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમિતિમાંથી કંઈ પણ બહાર આવ્યું નથી. તેમણે કહ્યું, ‘હવે સુપ્રીમ કોર્ટનો ર્નિણય છે.

આ તે સાત આરોપીઓને બચાવવાનો પ્રયાસ હતો, જેમણે લોકોની હત્યા કરી હતી. બૃજલાલ આપણને આ બતાવવા માંગતા હતા. ત્યારબાદ, રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ, જેઓ સત્રની અધ્યક્ષતા કરી રહ્યા હતા, જેમણે શાહને ફોજદારી પ્રક્રિયા (ઓળખ) બિલ પરની ચર્ચાનો જવાબ આપવા માટે બોલાવ્યા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.