Western Times News

Latest News from Gujarat India

સારું સ્વાસ્થ્ય જ સર્વોપરી છે. શા માટે? કસરતઃ સારાં સ્વાસ્થ્યની ચાવી

અત્યારે લોકો વ્યસ્ત જીવન જીવે છે. જ્યારે વ્યક્તિ કામ, અંગત કટિબદ્ધતાઓ અને અન્ય અનેક બાબતોમાં અટવાયેલી હોય છે, ત્યારે દરેક એક મહત્વપૂર્ણ પાસાંની સતત ઉપેક્ષા કરે છેઃ સ્વાસ્થ્ય અને સુખાકારી, પછી એ શારીરિક હોય, માનસિક હોય કે લાગણીજન્ય હોય.

જોકે મહામારીએ લોકોને સ્વાસ્થ્યને સર્વોપરી સ્થાપિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે તથા સ્વાસ્થ્ય માટે લાભદાયક આદતો કેવી રીતે આવશ્યક છે એ દર્શાવ્યું છે, પછી એ ધુમ્રપાનની આદત છોડવાની વાત હોય, વધારે કસરત કરવાની વાત હોય કે હેલ્થ વીમાયોજના ઉતરાવવાની વાત હોય, જે વ્યક્તિની જરૂરિયાતો પૂરી કરે છે.

ચોક્કસ, મહામારીએ દરેકને સચેત કરી દીધા છે અને સ્વાસ્થ્યનાં મહત્વ પર ધ્યાન દોર્યું છે, તેવો મત મનિપાલસિગ્ના હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના ચીફ ડિસ્ટ્રિબ્યુશન ઓફિસર શશાંક ચાફેકરે વ્યક્ત કર્યો હતો.

એટલે સ્વ-સારસંભાળ વધારે મહત્વપૂર્ણ બની ગઈ છે અને મુખ્ય પ્રવાહમાં આવી ગઈ છે. ચાલો, આપણે સ્વાસ્થ્ય પ્રત્યે અતિજરૂરી ધ્યાન આપવાની કેટલીક મહત્વપૂર્ણ રીતો જોઈએ.

કસરતઃ સારાં સ્વાસ્થ્યની ચાવી

નિષ્ક્રિયતા વજનમાં વધારા અને મેદસ્વીપણા તરફ દોરી જાય છે, જે બંને વિવિધ પ્રકારની બિમારીઓ, જીવનની નબળી ગુણવત્તા અને કેટલીક સ્થિતિમાં મૃત્યુ તરફ પણ દોરી શકે છે. એટલે નિયમિત કસરત મહત્વપૂર્ણ છે, કારણ કે એનાથી વજનને સંતુલનમાં જાળવવામાં મદદ મળવાની સાથે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું નિવારણ થાય છે, ક્ષમતા વધે છે, ઊર્જા વધે છે અને ચિંતામાં ઘટાડો પણ થાય છે.

અઠવાડિયામાં પાંચ દિવસ દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ કસરત કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરો. જોકે કોઈ પણ પ્રમાણમાં પ્રવૃત્તિ તમામ માટે એકસરખી ઇચ્છનિય નથી. સાતત્યતા જાળવા વ્યક્તિએ તેમની મનપસંદ પ્રવૃત્તિથી શરૂઆત કરવી જોઈએ અને સુવિધાજનક રીતે કરવી જોઈએ. ઉપરાંત પ્રગતિ પર નજર રાખવા લોકોએ તેમના વર્કઆઉટના રેકોર્ડને જાળવવાનું ભૂલવું ન જોઈએ.

શરીર જે સંકેતો આપે તેના પર ધ્યાન આપો

વ્યસ્ત જીવન હોવા છતાં વ્યક્તિઓ તેમનું શરીર આંશિક સંકેતો અને ચિહ્નો દ્વારા જે કહેવાનો પ્રયાસ કરે એને સમજવાની શરૂઆત કરી શકે છે તથા નાનામાં નાની બાબતો પર પણ ધ્યાન આપી શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિને વારંવાર હર્ટબર્નની સમસ્યા ઊભી થતી હોય તો તેણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, નહીં કે એસિડિટી સમજીને એના પ્રત્યે બેદરકારી દાખવવી.

લાંબા ગાળે મોટી બિમારી ટાળવા વહેલામાં વહેલી તકે શરીરના ચિહ્નો પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. જ્યારે કોઈ વ્યક્તિ થાક અનુભવ, સતત કફની સમસ્યાથી પીડાય, એકાએક સંતુલન ગુમાવે, કે પેટમાં સતત દુઃખાવો અનુભવે, તો તેમણે તેમનું શરીર શેનો સંકેત આપે છે એ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ, નહીં કે દિવસ લાંબો હોવા પર દોષનો ટોપલો ન ઢોળવો જોઈએ.

આરોગ્યની નિયમિત ચકાસણી

સ્વાસ્થ્ય સાથે સંબંધિત વધારે મોટી સમસ્યાનો સામનો કરવાને બદલે નિયમિતપણે સ્વાસ્થ્યની ચકાસણી કરવા જેવા નિવારણાત્મક પગલાં લેવા વધારે સરળ અને શ્રેષ્ઠ નથી? સારું, અહીં આપણે બધા એક કહેવાત સાંભળીને મોટા થયા છીએ એને યાદ કરીએઃ સારવાર કરતાં નિવારણ શ્રેષ્ઠ છે.

અનેક તબીબી ભલામણો, ડાયેટ પ્લાન્સ અને કસરત કરવા માટેના સમયપત્રક ઉપલબ્ધ છે, જે જીવનશૈલી સાથે સંબંધિત સમસ્યાઓ અને બિમારીઓનું જોખમ ઘટાડવામાં મદદરૂપ થાય છે, પણ નિયમિતપણે સ્વાસ્થ્યની ચકાસણી કરાવવી શ્રેષ્ઠ છે. ડૉક્ટર્સ તબીબી સારવાર કે સર્જરી માટેની જરૂરિયાત ટાળવા બિમારીનું નિવારણ કરવા માટેની જરૂરિયાત પર અવારનવાર ભાર મૂકે છે.

હેલ્થ વીમા સાથે અનપેક્ષિત સ્થિતિનો સામનો કરવા સજ્જ રહો

લોકો સુવિધાજનક રીતે નિવૃત્તિ પસાર કરવા માટે ફંડ ઊભું કરવા મહેનત કરે છે, પણ બિમારીઓ, ખાસ કરીને ગંભીર બિમારી, આ યોજનાને પાટાં પરથી ઉતારી શકે છે. શા માટે? કારણ કે તબીબી પ્રક્રિયાઓ ખર્ચાળ છે અને તાજેતરના વર્ષોમાં તેમાં મોટો વધારો થયો છે.

શારીરિક આઘાત ઉપરાંત તેનાથી વ્યક્તિના અને તેના પરિવારની માનસિક અને નાણાકીય સ્થિરતા પર નકારાત્મક અસર થઈ શકે છે. આ માટે સારી રીતે સજ્જ રહેવાની સરળ રીતો પૈકીની એક રીત છે – યોગ્ય વીમાયોજનામાં રોકાણ કરવું અને સંપૂર્ણ હેલ્થ વીમાયોજના ઉતરાવવી, કારણ કે એનાથી ચિંતામાંથી મુક્તિ મેળવવામાં મદદ મળી શકે છે, જે આ બિમારીઓથી જન્મે એવી શક્યતા છે.

હેલ્થ વીમો હવે વિકલ્પ રહ્યો નથી, પણ આવશ્યકતા બની ગઈ છે, જે વ્યક્તિને સલામત અને સુરક્ષિત, શારીરિક, માનસિક રીતે સ્વસ્થ રાખે છે તેમજ તેમની નાણાકીય સ્થિતિ સારી જાળવી રાખે છે. જોકે ઘણા કિસ્સાઓમાં હેલ્થ વીમાપોલિસી તબીબી સારવારનો તમામ ખર્ચ આવરી લેતો નથી.

ઉદાહરણ તરીકે, જ્યારે મૂળભૂત હેલ્થ વીમાયોજનામાં કેટલાંક ઇન-પેશન્ટ કે હોસ્પિટલાઇઝેશન ચાર્જીસને આવરી લે એવું બની શકે છે, ત્યારે નિદાનના ખર્ચ, ડૉક્ટરની ફી, હોમ કેર પેકેજીસ અને માતૃત્વના ખર્ચ જેવા ખિસ્સામાંથી થતાં ખર્ચને પણ બાકાત રાખી શકે છે.

એટલે લોકોએ કોઈ પણ હેલ્થ વીમાપોલિસી ખરીદતા અગાઉ તેમના વીમાકવચનું મૂલ્યાંકન કરવું જોઈએ. જો વીમાયોજના તમારી હોસ્પિટલાઇઝેશનની જરૂરિયાતોથી લઈને ડૉક્ટરની કન્સલ્ટેશન ફી, નિદાન, ફાર્મસી જેવા કેશલેસ ઓપીડી ખર્ચને આવરી લે

તથા હોસ્પિટલાઇઝેશન દરમિયાન તમારા બિનતબીબી ખર્ચને આવરી લે, તમને અમર્યાદિત ટેલી કન્સલ્ટેશન પ્રદાન કરે, વીમાકૃત રકમને અમર્યાદિત રીતે પુનઃસ્થાપિત કરે, ગંભીર બિમારીને આવરી લે, વેલનેસ પ્રોગ્રામ, વાર્ષિક હેલ્થ ચેક-અપ્સ વગેરેને આવરી લે તો તે તમારા માટે શ્રેષ્ઠ ઉપયોગી પુરવાર થશે.

ટૂંકમાં કહીએ તો સ્વસ્થ રહેવા વ્યક્તિએ નિયમિત કસરત કરવી જોઈએ, સ્વાસ્થ્ય સાથે સંબંધિત નાનામાં નાની બાબતોની ઉપેક્ષા ન કરવી જોઈએ તેમજ સંપૂર્ણ હેલ્થકેર વીમાયોજના ઉતરાવવા નાણાકીય રીતે સજ્જ રહેવું જોઈએ, જેનાથી તમને વધારે સારું કવચ મળશે, તમે તમારા સ્વાસ્થ્ય પર વધારે નિયંત્રણ મેળવી શકશો અને વધારે સારી સારવાર મેળવી શકશો એ સુનિશ્ચિત થશે. પરિણામે તમને સંપૂર્ણ માનસિક શાંતિ મળશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers