અમદાવાદ DCP ઝોન ૪થી બદલી પામેલા રાજેશ ગઢીયાએ ખેડાનો ચાર્જ સંભાળ્યો
ખેડા જિલ્લાના નવા પોલીસ વડા તરીકે રાજેશ ગઢીયાએ ચાર્જ સંભાળ્યો
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ઇન્ચાર્જ એસપી તરીકે કામગીરી ચાલતી હતી. પરંતુ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ખેડા જિલ્લા પોલીસ વડા તરીકે અમદાવાદ DCP ઝોન ૪થી બદલી પામેલા રાજેશ ગઢીયાને નિયુક્ત કરવામાં આવ્યાં છે.
ત્યારે આજે ખેડા જિલ્લાના નવ નિયુક્ત એસપી રાજેશ ગઢીયાએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. ખેડા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને જિલ્લાવાસીઓને કઈ પણ તકલીફ ન પડે તેવુ આયોજન બદ્ધ કામ કરવા કટીબદ્ધતા દર્શાવી છે. તેઓ અગાઉ પોરબંદર, બારડોલી, મહેસાણા, અમદાવાદ સીટી, સીઆઇડી ક્રાઇમમા ફરજ બજાવી ચૂક્યા છે. ત્યારે તેઓનું ફર્સ્ટ ડીસ્ટ્રીક પોસ્ટિંગ હોવાનું જણાવ્યું છે.
ખેડા જિલ્લા પોલીસ પરિવાર દ્વારા નવા પોલીસ વડાનું સ્વાગત કરવામાં આવ્યું છે. જિલ્લાની એસ.પી. ઓફિસ ખાતે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ આજે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, પોલીસને ધ્યાને લેવા જેવી બાબતો જિલ્લાવાસીઓ ગમે ત્યારે પોલીસને કરી શકે છે અને અસરકારક કામગીરી તથા લોકોના હિતમાં કામગીરી કરવામાં આવશે