Western Times News

Gujarati News

પાક.ના ઈમરાન ખાને ફરીવાર ભારતના ભરપેટ વખાણ કર્યા

ઈસ્લામાબાદ, તમામ રાજકીય અટકળો વચ્ચે ઈમરાન ખાને રાત્રે દેશને સંબોધન કર્યું. પોતાના સંબોધનમાં ભાવુક થઈને તેમણે જનતા સમક્ષ પોતાના ખુલ્લા મને વાત કરી.

ઈમરાન ખાને પોતાના સંબોધનમાં કહ્યું કે આ સોશિયલ મીડિયાનો જમાનો છે. અહીં બોલીઓ લગાવીને સાંસદો વેચાઈ રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે દેશમાં બધા સાંસદોનો ભાવ જાણે છે. તેમણે કહ્યું કે ઘેટા બકરાની જેમ સાંસદો વેચાવવાનો સિલસિલો તો બહુ પહેલેથી શરૂ થઈ ગયો હતો.

સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ઈમરાન ખાને કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાને સ્વીકારીએ છીએ. જાે કે મને એ વાતની નિરાશા છે કે કલમ ૬૩-એ પર ર્નિણય, જે ઓપન હોર્સ ટ્રેડિંગ પર આધારિત છે તે હજુ સુધી આવ્યો નથી.

તેમણે કહ્યું કે અમને આશા હતી કે સુપ્રીમ કોર્ટ ખરીદ વેચાણ મુદ્દે સુઓમોટો લેશે. સમગ્ર દેશે જાેયું કે સાંસદોના બજાર સ્થાપિત કરવામાં આવ્યા અને ખુલ્લામાં સાંસદો ખરીદાયા અને વેચાયા.

સંબોધન દરમિયાન ઈમરાન ખાને તહ્યું કે જે રાષ્ટ્રની ૬૦ ટકાથી વધુ વસ્તી ૩૦ વર્ષથી ઓછી ઉંમરની છે. એવા રાષ્ટ્રના યુવાઓને અમે બચાવી શકીશું નહીં અને તેમને એ દેખાડી દઈશું કે તમારા ત્યાં નેતાઓ લાંચ લઈને સરકાર પાડી રહ્યા છે. આપણે તેમને શું દેખાડીએ છીએ. પાકિસ્તાનના જનપ્રતિનિધિ પોતાના ઝમીર વેચી રહ્યા છે.

રિઝર્વ સીટવાળા પણ ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે. હું પાકિસ્તાની તરીકે વાત કરી રહ્યો છું. હું એ સપનું જાેતો હતો કે આ દશને મોટો દેશ બનાવવાનો છે. આ જે થઈ રહ્યુ છે તે સ્ટ્રગલ છે. જે થઈ રહ્યું છે તેનાથી તે સપનાને ઝટકો લાગે છે.

ઈમરાન ખાને ભાવુક થઈને ભારતીય વિદેશનીતિના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે ભારત એક ખુદ્દાર દેશ છે. ત્યાં કોઈની હિંમત નથી કે સરકાર સાથે આવું કરે. તેમણે કહ્યું કે ભારતની વિદેશ નીતિ જાેરદાર છે.

જ્યારે સમગ્ર દુનિયામાં રશિયા પર પ્રતિબંધો લાગી રહ્યા છે ત્યારે ભારતે તેની પાસેથી ઓઈલ ખરીદવાનો ર્નિણય કર્યો છે. પરંતુ કોઈની હિંમત નથી કે ભારત સામે આંખ ઉઠાવીને જુએ.

ઈમરાન ખાને સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ દેશ વિરુદ્ધ નથી. તેમણે કહ્યું કે હું ફક્ત એટલું ઈચ્છું છું કે આપણા સંબંધોને ફાયદો કઈ મેળવવા માટે નહીં પરંતુ દેશને થાય. તેમણે કહ્યું કે આપણે પૈસા લઈએ છીએ એટલે આપણી ઈજ્જત થતી નથી.

વિપક્ષી નેતાઓને ડોલરની લાલચ છે. ભારતને કોઈ આંખ બતાવી શકતું નથી. હવે ર્નિણય કોમે કરવાનો છે કે તેઓ પોતાની જમ્હૂરિયતની રક્ષા કરે.

રાજનીતિક જાણકારોનું પણ માનવું છે કે પાકિસ્તાનમાં ઈમરાન ખાને રાજીનામું ન આપ્યું તો શનિવારે તેમની સરકાર પડવાનું નક્કી જ છે. હકીકતમાં શનિવારે પાકિસ્તાનમાં ફ્લોર ટેસ્ટ થવાનો છે અને તેને પાસ કરવો ઈમરાન ખાન માટે ખુબ મુશ્કેલ કામ જાેવા મળી રહ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.