Western Times News

Gujarati News

રાહુલ તેવાટિયાની સળંગ બે સિક્સરે ગુજરાતને જીતાડ્યું

નવી દિલ્હી, આઈપીએલ ૨૦૨૨માં ગુજરાત અને પંજાબ સામે ભારે રસાકસીવાળી મેચ જાેવા મળી હતી. છેલ્લા બોલ સુધી મેચનો રોમાંચ જામ્યો હતો. ગુજરાતને છેલ્લા ૨ બોલમાં ૧૨ રનની જરૂર હતી અને ક્રીઝ પર રાહુલ તેવાટિયા ઉપસ્થિત હતો.

એક સમયે એવું લાગતું હતું કે, ગુજરાત માટે જીતવું મુશ્કેલ બની જશે. પણ રાહુલ તેવાટિયાએ બે બોલમાં બે સિક્સ ફટકારીને પંજાબના હાથમાંથી જીત આંચકી ગુજરાતને શાનદાર વિજય અપાવ્યો હતો. રાહુલ તેવાટિયાની આ બે સિક્સથી ક્રિકેટ ફેન્સ ચોંકી ઉઠ્‌યા હતા અને તેને એક શાનદાર ફિનિશર ગણાવ્યો હતો. એટલું જ નહીં પણ ક્રિકેટના માંધાતાઓએ પણ રાહુલ તેવાટિયાના ભારોભાર વખાણ કર્યાં હતા.

પંજાબ સામેની મેચમાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો ર્નિણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતાં પંજાબની ટીમે ૨૦ ઓવરના અંતે ૯ વિકેટ ગુમાવીને ૧૮૯ રન બનાવ્યા હતા.

પંજાબ તરફથી લિયામ લિવિંગસ્ટોને ૨૭ બોલમાં ૬૪ રનોની વિસ્ફોટ ઈનિંગ્સ રમી હતી. રનોનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ટીમને શુભમન ગિલે શાનદાર શરૂઆત અપાવી હતી. શુભમનની શાનદાર બેટિંગને કારણે ગુજરાત મેચ જીતી જશે તેમ લાગતું હતું. જાે કે, ૧૮મી ઓવરના ૫મા બોલમાં શુભમન ગિલ ૯૬ રનો પર આઉટ થઈ જતાં ગુજરાત માટે ભારે સંકટ સર્જાયું હતું.

ગિલ આઉટ થયા બાદ ૧૯મી ઓવરમાં રન લેતાં સમયે મિલર અને કેપ્ટન હાર્દિક પંડ્યા ગૂંચવણ ઉભી થતાં પંડ્યા પણ આઉટ થઈ ગયો હતો અને ત્યારબાદ રાહુલ તેવાટિયા ક્રીઝ પર આવ્યો હતો.

૧૯મી ઓવરમાં જીત માટે ગુજરાતને ૧૯ રનોની જરૂર હતી. પ્રથમ બોલ વાઈડ હતો, જે બાદના બોલ પર પંડ્યા રન આઉટ થયો હતો. જે બાદ બીજા બોલ પર તેવાટિયાએ ૧ રન લીધો હતો, ત્રીજા બોલ પર મિલરે ચાર ફટકાર્યા હતા.

અને ચોથા બોલ પર મિલરે એક રન લઈ સ્ટ્રાઈક તેવાટિયાને આપી હતી. હવે ગુજરાતને જીત માટે બે બોલમાં બે રનની જરૂર હતી. અને સ્ટ્રાઈક પર તેવાટિયા હતો. બધાની નજર તેવાટિયા ઉપર જ હતી, શું તે બે સિક્સ લગાવી શકશે કે કેમ..

જાે કે, તેવાટિયાએ પોતાની તાકાત દેખાડી દેતાં પાંચમા બોલ ઉપર ડીપ મિડ વિકેટમાં શાનદાર સિક્સ ફટકારી હતી. જે બાદ મેચનો રોમાંચ ચરમસીમાએ પહોંચી ગયો હતો. ૧૯મી ઓવરના અંતિમ બોલ ઉપર તેવાટિયા વિકેટથી જમણી બાજુ બહાર આવીને શાનદાર કાઉ કોર્નરમાં સિક્સ ફટકારી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.