Western Times News

Latest News from Gujarat

દેદવાસણ વાવાઝોડામાં મૃત્યૃ પામેલા સ્વર્ગસ્થના પરિવારને તાત્કાલિત રૂ.ચાર લાખની સહાય

સુરત, તાજેતર તા.૧૧મી જુનના રોજ મહુવા તાલુકાના દેદવાસણ ગામના નિવાસી ગુલાબભાઈ ઢોડિયા શાકભાજી વેચવા જઈ રહ્યા હતા ત્યારે ભારે વરસાદ સાથે આવેલા વાવાઝોડાથી વશરાઇ ગામે ઝાડ નીચે ઉભાં રહેતા ઝાડ પડવાથી ગુલાબભાઈનું નિધન થયું હતું. જેથી રાજ્યસરકાર દ્વારા સંવેદનશીલ અભિગમ દર્શાવી તાત્કાલિક અસરથી મૃતકના પરિવારજનોને ચાર લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાએ મૃતકના પરિવારજનો પર આવી પડેલા દુઃખમાં સહભાગી બની સાંત્વના પાઠવીને ચાર લાખની સહાયનો ચેક અર્પણ કર્યો હતો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers