Western Times News

Gujarati News

ચીન હુમલો કરશે તો અમે ભારતની સાથે ઉભા રહીશું: અમેરિકા

ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને જયશંકર વોશિંગટ્નમાં : બાઈડન સાથે કરી મુલાકાત -અમેરિકી રક્ષામંત્રી અને વિદેશમંત્રી સાથે બેઠક કરી : ભારત અને અમેરિકા વચ્ચે 2+2 વાતચીત

ભારત અને અમેરિકા વચ્ચે 2+2 વાતચીત માટે રક્ષામંત્રી રાજનાથસિંહ વૉશિંગ્ટન ડીસી પહોંચ્યા છે. પાંચ દિવસીય પ્રવાસ દરમિયાન પેંટાગન કાર્યાલયમાં અમેરિકન રક્ષામંત્રી લૉયડ જે. આસ્ટિને તેમનું ભવ્ય સ્વાગત કર્યું. Defence Minister RajnathSinh Had a very meaningful and in-depth discussion at the 2+2 Ministerial Meeting in Washington DC USA.

જ્યારબાદ અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. અહીં તેમના સમકક્ષ અમેરિકન રક્ષામંત્રી લૉયડ જે. આસ્મિનની સાથે ચોથી 2+2 વાતચીત કરી. જેમાં વિદેશ મંત્રી એસ. જયશંકર પણ સામેલ થયા હતા.

અહીં તેમણે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને સાથે પણ મુલાકાત કરી હતી. રક્ષા મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે, વોશિંગટનમાં વ્હાઇટ હાઉસમાં આજે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે મુલાકાત કરી. ભારત-અમેરિકા વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં ભાગ લીધો જેને પીએમ મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિએ સંબોધિત કરી હતી.

અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઈડને કહ્યુ કે, મેં આજે ભારતના વડાપ્રધાન મોદી સાથે વાત કરી. અમે શાંતિપૂર્ણ અને સમૃદ્ધ વિશ્વ માટે સાથે મળીને અમારા સંરક્ષણ, આર્થિક અને લોકો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા પ્રતિબદ્ધ છીએ. US President Jo Biden spoke with Prime Minister Modi of India Narendra Modi. He committed to strengthening our defense, economic, and people-to-people relationship to together seek a peaceful and prosperous world.

રક્ષામંત્રીએ અમેરિકન રક્ષા મંત્રી લોયડ જે. આસ્ટિન સાથે મુલાકાત અંગે ટ્વિટ કરીને જણાવ્યું. તેમણે જણાવ્યું કે, આજે પેન્ટાગનમાં અમેરિકન રક્ષા મંત્રી લોયડ જે. આસ્ટિનની સાથે શાનદાર મુલાકાત થઈ. આ દરમિયાન અમે દ્વિપક્ષીય રક્ષા સહયોગના તમામ મુદ્દાઓ અને ક્ષેત્રીય સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી. તેમની આ મુલાકાત અંગે રક્ષા મંત્રાલયે માહિતી આપી છે.

રક્ષા મંત્રાલયે જણાવ્યું કે બન્ને મંત્રીઓએ દ્વિપક્ષીય રક્ષા સહયોગ અને ક્ષેત્રીય સુરક્ષા સ્થિતિના તમામ મુદ્દાઓની સમીક્ષા કરી. બન્ને મંત્રીઓએ હિન્દ-પ્રશાંત અને વ્યાપક હિન્દ મહાસાગર વિસ્તારમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે ભારત-અમેરિકા રક્ષા ભાગીદારીનો મહત્વ સ્વીકાર કર્યો.

મંત્રાલયે વધુમાં કહ્યું બન્નેને રક્ષા ઉદ્યોગો વચ્ચે ઘનિષ્ટ સહયોગના રસ્તા પર વિચાર કર્યો. રક્ષા મંત્રાલયે ભારત અને અમેરિકા કંપનીઓની વચ્ચે સહ વિકાસ, સહ ઉત્પાદનની આવશ્યક્તાને રેખાંકિત કરી અને રક્ષા ઉપકરણોના નિર્માણ અને સંરક્ષણ માટે અમેરિકન કંપનીઓને ભારતમાં આમંત્રિત કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન વચ્ચે વર્ચ્યુઅલી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી. સાથે જ રશિયા-યુક્રેન યુદ્ધ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુચામાં નિર્દોષ નાગરિકોની હત્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

PM મોદીએ કહ્યું કે, ભારત સરકારે આની નિંદા કરી અને આ ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવી છે. સાથે જ યુક્રેન સંકટ પર ભારત સરકાર દ્વારા લેવામાં આવેલી પહેલનો પણ ઉલ્લેખ કર્યો હતો. જો બાઇડને કહ્યું કે ભારત-અમેરિકા આર્થિક અને રક્ષા ક્ષેત્રમાં ભાગીદારને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.