Western Times News

Gujarati News

પેટ્રોલ મોંઘું થતાં BRTS-AMTSમાં ૩૦% પેસેન્જર વધ્યા

Files Photo

(એજન્સી) અમદાવાદ, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારાને કારણે શહેરમાં ખાનગી વાહનો વપરાશ પર અસર પડી છે અને લોકો પબ્લીક ટ્રાન્સપોર્ટ તરફ વળ્યા છે. છેલ્લા એક સપ્તાહ દરમ્યાન બીઆરટીએસની બસમાં રોજના સરેરાશ ૩૦ હજાર પેસેન્જર વધ્યા છે.

બીઆરટીએસના અધિકારીઓએ કહયું કે, માર્ચમાં રોજ સરેરાશ ૧.પ૦ લાખ પેસેન્જર મુસાફરી કરતા હતા. પરંતુ એપ્રીલના પહેલાં અઠવાડીયા સુધીમાં આ સંખ્યા ૧.૮૦ લાખ પહોંચી ગઈ હતી.

એ જ રીતે એએમટીએસમાં મુસાફરોની દૈનિક સંખ્યામાં ૧.૧૦ લાખનો વધારો થયો છે. એએમટીએસના રોજના સરેરાશ ૩.રપ લાખ લોકો મુસાફરી કરતા હતા. જે વધીને દૈનિક સરેરાશ ૪.૩પ લાખે પહોચી ગઈ છે. બંને ટ્રાન્સપોર્ટ સર્વીસમાં મળીને પેસેન્જરોની સંખ્યામાં સરેરાશ ૩૦ ટકાનો વધારો થયો છે.

સામાન્ય માણસ નોકરી તેમજ અન્ય કામ અર્થે ખાનગી વાહનનો ઉપયોગ કરે તો રોજ અંદાજે રૂા.૧૦૦ કે તેથી વધુ ખર્ચ થાય. પરંતુ બીઆરટીએસ કે એએમટીએસમાં મુસાફરી કરે તો રૂ.રપથી ૩૦માં ચાલી જતું હોય છે.

પેટ્રોલ-ડીઝલના સતત વધતા જતા ભાવને કારણે લોકો પબ્લીક ટ્રાન્સપોર્ટ તરફ વળી રહયા છે. આ સાથે બીઆરટીએસ-એએમટીએસને થતી આવક પણ વધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.