Western Times News

Gujarati News

હોટલમાં ભોજન કરાવી વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ બાયડની પ્રાથમિક શાળામાં કરાયો

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ)  બાયડ તાલુકાની અંતરિયાળ વિસ્તારમાં આવેલી પાલડી પ્રાથમિક શાળામાં જાયન્ટસ ગૃપ ઓફ બાયડ દ્વારા તથા મોડાસા ના સામાજીક કાર્યકર અને જીવદયા પ્રેમી નિલેશભાઈ જાેશી ના અધ્યક્ષ સ્થાને પાલડી પ્રાથમિક શાળામાં ધોરણ ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નો વિદાય સમારંભ યોજાયો.

બાયડ ના ડૉ પ્રકાશભાઇ જી શાહ (સંજીવની હોસ્પીટલ બાયડ) ના સહયોગ થી વિદાય લઈ રહેલા ધોરણ ૮ ના તમામ બાળકો ને એક્ઝામ પેડ આપવામાં આવ્યાં હતા. મોડાસા ના સામાજીક કાર્યકર અને જીવદયા પ્રેમી નિલેશભાઈ જાેશી ના સહયોગ થી ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતા તમામ બાળકો ને “શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા” પુસ્તક ભેટ આપવા માં આવ્યા હતાં.

અને જાયન્ટસ પ્રમુખ ડૉ દેવમ સોની ના સહયોગ થી શાળા ના તમામ બાળકો ને પેન્સિલ, બોલપેન આપવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમ માં સામાજિક કાર્યકર અને જીવદયા પ્રેમી નિલેશભાઈ જાેશી, ગુજરાત કરાર આઉટ સોર્સિંગ રોજમદાર કર્મચારી સંઘ ગુજરાત રાજ્ય ના નીડર અને બાહોશ પ્રમુખ અમિતભાઈ કવિ અને જાયન્ટસ ગ્રુપ ઓફ બાયડ ના પ્રમુખ ડૉ. દેવમ સોની એ વિદાય લઈ રહેલા બાળકો ને પરીક્ષા ની શુભેચ્છાઓ પાઠવી હતી અને આશીર્વચન આપ્યા હતા.

આમંત્રિત મહેમાનો એ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય ની પ્રાથમિક શાળાઓ માં કદાચ આ પહેલો પ્રસંગ હશે કે ધોરણ ૬ થી ૮ ના તમામ બાળકો ને “શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા” પુસ્તક ભેટ આપીને વિદાય સમારંભ યોજવામાં આવ્યો હોય. કાર્યર્ક્મ ના અંતે ગુજરાત કરાર આઉટ સોર્સિંગ રોજમદાર કર્મચારી સંઘ ગુજરાત રાજ્યના નીડર અને બાહોશ પ્રમુખ અમીતભાઈ કવિએ “કભી અલવિદા ના કહેના”… ગીત ગાઇ ને બાળકોને વિદાય આપી હતી.

પાલડી પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષક ધર્મેશ સોની તરફથી વિદાય લઈ રહેલા ધોરણ ૮ ના તમામ બાળકો અને શાળા પરિવાર ને રાજ હોટલ ચોઈલા ખાતે પંજાબી ભોજન કરાવ્યું હતું. આ પ્રસંગે સામાજિક કાર્યકર નિલેશભાઈ જાેશી, ગુજરાત કરાર આઉટસોર્સિંગ રોજમદાર કર્મચારી સંઘ ગુજરાત રાજ્ય ના પ્રમુખ અમિતભાઈ કવિ, જાયન્ટસ ગ્રુપ ઓફ બાયડ ના

પ્રમુખ ડૉ. દેવમ સોની, બી આર પી ગૌતમભાઇ પટેલ,સંજયભાઈ પટેલ, સરપંચ નરસિંહભાઈ ચૌહાણ,પૂર્વ સરપંચ ભૂપતસિંહ પરમાર, પુનાજી ચૌહાણ, અમરાજી ચૌહાણ, એમ ડી એમ સંચાલક બાબુભાઈ ચૌહાણ, એસ એમ સી સભ્યો, પાલડી શાળા ના ઉપ શિક્ષક સુશીલાબેન પટેલ,જીતેન્દ્રભાઈ ભોઇ,કિરણભાઇ પટેલ,

કમલેશભાઈ પટેલ, જયેશભાઈ પ્રજાપતિ તથા શાળા ના તમામ બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમ નું આયોજન શાળા ના મુખ્ય શિક્ષક ધર્મેશ સોની અને શાળા પરિવારે કર્યું હતું અને આભારવિધિ શાળા ના ઉપ શિક્ષક જીતેન્દ્રભાઈ ભોઇ એ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.