Western Times News

Gujarati News

Tata Motors ,FORD ના સાણંદ પ્લાન્ટની સિકલ બદલી નાખશે

અમદાવાદ, અમદાવાદ નજીક સાણંદમાં ફોર્ડ ઇન્ડિયાનો પ્લાન્ટ ખરીદ્યા બાદ ટાટા મોટર્સ ત્યાં ઇલેક્ટ્રિક વ્હિકલનું ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે. ટાટા મોટર્સે ફોર્ડનો પ્લાન્ટ કેટલી રકમમાં ખરીદ્યો તે હજુ જાહેર થયું નથી.

કંપની અહીં લગભગ રૂ. ૨૦૦૦ કરોડનું રોકાણ કરીને ૨૦૨૬ સુધીમાં બે લાખ EVનું ઉત્પાદન કરવા માંગે છે. ટાટા મોટર્સે ગુજરાત સરકારને ખાતરી આપી છે કે તે ફોર્ડના કોઈ કર્મચારીને પડતા નહીં મુકે. આ ઉપરાંત ટાટા મોટર્સે લેન્ડ ટ્રાન્સફર રેટમાં પણ છૂટછાટની માંગણી કરી છે.

કંપની જંત્રી દરના ૨૦ ટકા ચુકવવા તૈયાર છે જે લગભગ ૬૬ કરોડ રૂપિયા થાય છે. આ ઉપરાંત તેણે ફોર્ડ મોટર્સને ૨૦૩૦ સુધી જે ઇન્સેન્ટિવ આપવામાં આવ્યા હતા તે પણ ચાલુ રાખવાની માંગણી કરી છે.

સૂત્રોએ જણાવ્યું કે ટાટા મોટર્સે જે બે ઇન્સેન્ટિવની માંગણી કરી હતી તે ગુજરાત સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે. ટાટા મોટર્સ હાલમાં તેના સાણંદ સ્થિત નેનો પ્લાન્ટમાં ૧૦,૦૦૦ Electric Vehicleનું ઉત્પાદન કરે છે.

નવા હસ્તગત કરાયેલા પ્લાન્ટમાં તે રૂ ૨૦૦૦ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવાની યોજના ધરાવે છે જેથી અહીં વર્ષે બે લાખ ઇલેક્ટ્રિક વ્હિકલ્સનું ઉત્પાદન કરી શકાશે.

ગુજરાત સરકારની એક નોટમાં જણાવાયું છે કે ટાટા મોટર્સ દ્વારા ફોર્ડનું ટેકઓવર ભારતમાં ઇલેક્ટ્રિક વ્હિકલના ઉત્પાદનમાં એક મોટી ઘટના બની રહેશે. જેનાથી ગ્લોબલ કંપનીઓ ગુજરાતમાં પ્લાન્ટ નાખવા માટે પ્રેરાશે અને નવી ટેક્નોલોજી મેળવી શકાશે.

આ ડીલમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે ટાટા મોટર્સ ફોર્ડના કોઈ પણ વર્કરને છૂટા નહીં કરે. હાલમાં ફોર્ડના પ્લાન્ટના કારણે ૨૩,૦૦૦ લોકોને સીધી કે આડકતરી રીતે રોજગારી મળે છે.

આ વર્ષે ટાટા મોટર્સ અને ફોર્ડ ઇન્ડિયા બંનેએ ઓનરશિપની ટ્રાન્સફર માટે કરાર કર્યા હતા. ફોર્ડ મોટર કંપનીએ આ પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. ૪૫૦૦ કરોડનું રોકાણ કર્યું હતું, જેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ૨.૪ લાખ યુનિટ અને ૨.૭ લાખ એન્જિનની હતી.

છેલ્લા એક દાયકામાં ભારતમાં કંપનીને બે અબજ ડોલરનું નુકસાન જવાથી તેણે કામગીરી સમેટી લેવાનો ર્નિણય લીધો હતો. સાણંદમાં સૌથી પહેલા આવનારી ઓટો કંપનીઓમાં ટાટા મોટર્સ અગ્રેસર હતી જેણે ૪૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરીને વાર્ષિક ૧.૫ લાખ યુનિટનું ઉત્પાદન ક્ષમતા ધરાવતો પ્લાન્ટ નાખ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.