Western Times News

Gujarati News

રશિયાએ ફિનલેન્ડ અને સ્વીડનને પરમાણુ હથિયારોની ધમકી આપી

મોસ્કો, રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૫૦ દિવસથી ચાલી રહેલ યુદ્ધ સંકટ હજુ સમાપ્ત થયું ન હતું કે હવે વધુ એક નવી મુશ્કેલી સામે આવી રહી છે. ગુરુવારે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના સહયોગીએ કહ્યું કે જાે  Sweden અને finland USની આગેવાની હેઠળના સૈન્ય સંગઠન NATOમાં જાેડાવાનું નક્કી કરે છે, તો રશિયાને આ ક્ષેત્રમાં પરમાણુ શસ્ત્રો તૈનાત કરીને તેના ક્ષેત્રની સુરક્ષા કરવાની જરૂર પડશે અને તેને મજબૂત બનાવવું પડશે.

Russia warns NATO against membership to Finland, Sweden

નોંધનીય છે કે યુક્રેન નાટોમાં સામેલ થવાના મુદ્દે Russia અને Ukraine વચ્ચે યુદ્ધ થયું હતું અને હવે જાે ફિનલેન્ડ અને સ્વીડન આવો ર્નિણય લેશે તો ભવિષ્યમાં આ પ્રકારનું યુદ્ધ જાેવા મળી શકે છે. જણાવી દઈએ કે ફિનલેન્ડ રશિયા સાથે ૧૩૦૦ કિમી લાંબી સરહદ ધરાવે છે.

ફિનલેન્ડના વડા પ્રધાન સન્ના મારિને બુધવારે જણાવ્યું હતું કે નાટોમાં જાેડાવું કે નહીં તે ફિનલેન્ડ આગામી થોડા અઠવાડિયામાં નક્કી કરશે.

આ દરમિયાન રશિયાની સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે જણાવ્યું હતું કે જાે સ્વીડન અને ફિનલેન્ડ નાટોમાં જાેડાય તો રશિયા તેની જમીન, નૌકાદળ અને વાયુસેનાને મજબૂત કરવા અંગે ર્નિણય લેશે. ફિનલેન્ડ અને સ્વીડનથી આવી રહેલા આવા સંકેતો બાદ રશિયાએ તેમને ચેતવણી આપી છે.

જણાવી દઈએ કે હવે ફિનલેન્ડે પોતાના ર્નિણય વિશે વિચારવું પડશે. તેને ડર છે કે તેની હાલત યુક્રેન જેવી ન થઈ જાય. તેથી હવે ફિનલેન્ડના પીએમ તરફથી કહેવામાં આવ્યું છે કે અમારો દેશ નાટોનો કુલી છે, પરંતુ તેનો સભ્ય બનવું એ એક અલગ મુદ્દો છે અને આવનારા સમયમાં અમે તેનું ખૂબ જ કાળજીપૂર્વક વિશ્લેષણ કરીશું.

રશિયાએ કહ્યું કે જાે ફિનલેન્ડ નાટોનું સભ્ય બની જાય તો યુરોપમાં સુરક્ષાની સ્થિતિ કોઈપણ રીતે સુધારી શકાય નહીં. તેણે ફિનલેન્ડને ચેતવણી આપી કે તેનો ર્નિણય વિનાશ લાવશે. એવું માનવામાં આવે છે કે જૂનના અંત સુધીમાં ફિનલેન્ડ નાટોમાં સામેલ થવા અંગે મોટો ર્નિણય લઈ શકે છે.

ફેબ્રુઆરીની શરૂઆતમાં ફિનલેન્ડ અને સ્વીડને પડોશી રશિયાની ચેતવણીને બાજુ પર મૂકી દીધી હતી કે બંને દેશો નાટોમાં સંભવિત જાેડાવાની સ્થિતિમાં ગંભીર લશ્કરી અને રાજકીય પરિણામોનો સામનો કરશે. ફિનલેન્ડના વિદેશ પ્રધાન પેક્કા હેવિસ્ટોએ શનિવારે ફિનિશ રાજ્ય પ્રસારણકર્તા રૂન્ઈ સાથેની એક મુલાકાતમાં કહ્યું કે અમે તે પહેલાથી જ સાંભળ્યું છે. અમે માનતા નથી કે આ લશ્કરી કાર્યવાહીની ચેતવણી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.