Western Times News

Gujarati News

સિરોહીમાં અજાણી બિમારીથી ભય: 7 માસૂમોના મોતથી ગામમાં શોકનું વાતાવરણ

સિરોહી, રાજસ્થાનનાં સિરોહી જીલ્લામાં ફુલાબાઈ ખેડામાં ભેદી બિમારીથી ચાર દિવસમાં 7 બાળકોના મોત થયા છે. આ ઘટનાથી સમગ્ર ગામમાં ભય ફેલાયો છે. આરોગ્ય વિભાગની ટીમ માસુમોના મોતના કારણ બાબતની તપાસ કરવામાં વ્યસ્ત છે.

ટીમોંએ ગુરૂવારે ગામનાં 250થી વધું ઘરોમાં સર્વે કર્યો હતો. ઘરે-ઘરે જઈને 58 બાળકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેની તપાસ માટે સેમ્પલને લેબમાં મોકલવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બાળકોનું મોત વાઈરસના કારણે થયું હતું. બાળકો ત્રણ દિવસથી બીમાર હતા. આ સાથે વિસ્તારની દુકાનોમાંથી આઈસ્ક્રીમ અને કેટલાક ઠંડા પીણાના સેમ્પલના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જ્યારે, પીડિત પરિવારના લોકોનું કહેવું છે કે બાળકોને ખેંચ, અકડાઈ ગયા અને લોહીની ઉલટી થતી હતી. આ પછી તેની તબિયત બગડી અને તેનું મૃત્યુ થયું હતુ.

મેડિકલ અને હેલ્થ વિભાગના જોઈન્ટ ડાયરેક્ટર ડૉ. જોગેશ્વર પ્રસાદે જણાવ્યું કે ગુરુવારે યોગેશ (4) પુત્ર વિકારામ, વકારામ (11) પુત્ર થાવારામ, ગુડિયા (11) પુત્રી સોનારામ આ ત્રણેયની તબિયત લથડી હતી.

108 એમ્બ્યુલન્સ દ્વારા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ બાળકોના સેમ્પલ પણ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. કલેક્ટર ભંવરલાલ ચૌધરીએ ગામના અન્ય બાળકોની પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. મૃત્યુ પામેલા બાળકોને લોહીની ઉલટીઓ થઈ હતી. આશંકા છે કે વાયરલ અથવા અન્ય બાબતના કારણે પણ આવું થયું હોઈ શકે છે.

જયપુર અને જોધપુરની AIIMSની ટીમ આ વિચિત્ર બીમારી વિશે માહિતી એકઠી કરી રહી છે કે, આ બાળકોના મોત કેવી રીતે થયા ? ટીમોએ સ્થાનિક તબીબી અધિકારીઓ અને તંત્ર સાથે વાત કરી અને પીડિત પરિવાર સાથે પણ મુલાકાત કરીને પૂછપરછ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.