Western Times News

Gujarati News

બિલ્ડરે દુકાનોનું બાંધકામ કરી વેપારીઓને ખોટા દસ્તાવેજ કરી આપ્યા, બાંધકામ દુર કરવા હાઈકોર્ટનો મનાઈ હુકમ

ગુડાએ બાંધકામનું દબાણ દૂર કરવા ગતિવીધી હાથ ધરતા હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી હતી -આલમપુર શાકમાર્કેટ પાસે દુકાનોનું બાંધકામ દુર કરવાના મામલે હાઈકોર્ટનો મનાઈ હુકમ

બિલ્ડરે ગુડામાં પ્લાન પાસ કરાવવા તેમજ બીયુ પરવાનગી માટે અરજી કરતા ગુડા કક્ષાએથી બિલ્ડરની આ દરખાસ્ત નામંજુર કરવામાં આવી હતી.

ગાંધીનગર, ગાંધીનગર જીલ્લામાં આલમપુર શાકમાર્કેટ નજીક બિલ્ડરે દુકાનો તાંણી બાંધી નાના વેપારીઓને ગેરકયદેસર રીતે દસ્તાવેજ કરી આપી દીધી હતીજયારે આ મામલે ગુડાએ બીયુ પરવાનગી તેમજ પ્લાન પાસ કરવાના મામલે બિલ્ડરને અરજી પણ નામંજુર કરી હતી

આખરે આ મામલે ગુડાએ દબાણ સંદર્ભે નોટીસ આપી દબાણ દૂર કરવા માટે ગતીવીધી હાથ ધરી હતી જયારે બીજીતરફ વેપારીઓ વકીલ મારફતે હાઈકોર્ટમાં દબાણ દુર ન કરવા મામલે પીટીશન દાખલ કરી હતી હાઈકોર્ટે આગામી તા.પ મે સુધી દબાણ દૂર કરવા અંગે મનાઈ હુકમ આપ્યો છે.

ગાંધીનગર જીલ્લામાં આલમપુર ગામમાં શાકમાર્કેટ નજીક બિલ્ડરે દુકાનો બનાવી નાના વેપારીઓને દસ્તાવેજ કરી આપ્યા હતા પંચાયતની રજા ચીઠ્ઠી મેળવી દુકાનોનું બાંધકામ કરવામાં આવ્યું હતું. જયારે બિલ્ડરે ગુડામાં પ્લાન પાસ કરાવવા તેમજ બીયુ પરવાનગી માટે અરજી કરતા ગુડા કક્ષાએથી બિલ્ડરની આ દરખાસ્ત નામંજુર કરવામાં આવી હતી.

જયારે ગુડાએ આ અરજી નામંજુર કરી હતી. તે વાતથી વેપારીઓ પણ અજાણ રહયા હતા. બિલ્ડરે આ અંગે દુકાન માલીકોને જાણ કરી હતી. બિલ્ડરની આ હરકતના લીધે ૩પ વધુ આર્મીના પૂર્વ જવાનો છેતરપિંડીના ભોગ બન્યા હોવાનો રોષ પણ પ્રબળ બન્યો હતો.

બિલ્ડરે ગેરકાયદેસર રીતે દુકાનોના વેચાણ દસ્તાવેજ કરી આપી આર્થિક ફાયદો મેળવ્યો હોવાની ફરીયાદ ઉઠવા પામી હતી.જયારે સમગ્ર મામલે ગુડાએ મંજૂરી ન આપતા હકીકત યોગ્યરીતે પ્રકાશમાં આવી હતી. ગુડાએ આ બાંધકામનું દબાણ દુર કરવા માટે પણ વેપારીઓને નોટીસ આપી હતી.

જેને અનુલક્ષી ગુડાએ દબાણ દૂર કરવા માટે જરૂરી તૈયારી પણ કરી લીધી હતી. જયારે આ સ્થિતીને અનુલક્ષીને વેપારીઓને વકીલ અશ્વિન ત્રિવેદી અને અમીત પટેલ દ્વારા ગુડા સામે કોર્ટમાં પીટીશન દાખલ કરી હતી.

જેમાં બાંધકામનું દબાણ દૂર ન કરવા માટે દાદ માંગી હતી. જેના અનુસંધાને હાઈકોર્ટે આગામી તા.પ મે ર૦રર સુધી ગુડાને નોટીસ બીજી ના આવે ત્યાં સુધી દબાણ તોડવા માટે મનાઈ હુકમ આપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.