Western Times News

Gujarati News

પંજાબની જનતાને ૧ જુલાઇથી મળશે ૩૦૦ યૂનિટ ફ્રી વીજળી

ચંદીગઢ, પંજાબની આમ આદમી પાર્ટી વાળી ભગવંત માન સરકારે રાજ્યની જનતા માટે ૩૦૦ યૂનિટ ફ્રી વીજળી આપવાનો વાયદો પૂર્ણ કરવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારનાં ર્નિણય મુજબ, ૧ જુલાઇ ૨૦૨૨થી રાજ્યની જનતાને ૩૦૦ યૂનિટ ફ્રી વીજળી મળશે.

પંજાબમાં સરકાર એક મહિનાનો કાર્યકાળ પૂર્ણ થવા પ રઆપ સરકારે સમાચાર પત્રોમાં એડવર્ટાઇઝમેન્ટ આપી છે જેમાં કહ્યું છે કે ,મફત વીજળીનો લાભ ૧ જુલાઇથી શરૂ કરવામાં આવશે. જેની ઔપચારિક જાહેરાત મુખ્યમંત્રી ભગવંત માન આજે કરી શકે છે.

જૂન ૨૦૨૧માં પંજાબનાં મતદાદાઓ માટે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પહેલી ગેરન્ટી ૩૦૦ યૂનિટ મફત વિજળીની કરી તી. આ વાયદો નવી દિલ્હીમાં તેમની સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલી યોજના સમાન હતો. અગાઉ પંજાબના ગ્રાહકોને દેશમાં સૌથી મોંઘી વીજળી મળતી હતી.

પંજાબ સરકાર આ લાભને રજૂ કરવા માટે દિલ્હી પેટર્નને અનુસરવાની યોજના ધરાવે છે, જેના હેઠળ દર મહિને ૩૦૦ યુનિટ સુધીનો વપરાશ મફત હશે. ૩૦૦ યૂનિટથી વધુ વીજળીનો વપરાશ કરનારાઓએ ચૂકવણી કરવી પડશે. પાવર કોર્પોરેશન લિમિટેડના અધિકારીઓએ સરકારને સલાહ આપી છે કે વીજળી મુક્ત કરવાના વચનને ઉનાળાની ઋતુમાં લાગુ કરવાને બદલે ચોમાસામાં લાગુ કરવામાં આવે.

કોલસાની અછતને કારણે પંજાબમાં વીજળીનું સંકટ ગમે ત્યારે ઘેરી બની શકે છે. છછઁ સૂત્રોએ, જાે કે, સંકેત આપ્યો કે પાર્ટી મફત વીજળીના તેના વચન પર પાછા જવા માટે તૈયાર નથી અને તે ૭૩.૩૯ લાખ ગ્રાહકોને પ્રદાન કરવા માંગે છે. જણાવી દઈએ કે પંજાબ પર ૩ લાખ કરોડ રૂપિયાની લોન બાકી છે.

ઘરેલું વપરાશ માટે મફત વીજળીનો અર્થ રૂ. ૫,૦૦૦ કરોડનો વધારાનો બોજ પડશે. તે હાલમાં પંજાબના કૃષિ પરિવારોને મફત વીજળી પૂરી પાડે છે અને તમામ અનુસૂચિત જાતિઓ, પછાત જાતિઓ અને ગરીબી રેખા નીચે (બીપીએલ) પરિવારો (૨૦૧૬ માં શરૂ કરાયેલ એક યોજના) માટે ૨૦૦ યુનિટ મફતમાં ઉપલબ્ધ છે.

નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨માં રાજ્યનું કુલ વીજળી સબસિડી બિલ ૧૦,૬૬૮ કરોડ રૂપિયા હતું. તેમાંથી ૭,૧૮૦ કરોડ રૂપિયા ખેડૂતોને અને ૧,૬૨૭ કરોડ રૂપિયા એસસી, ઓબીસી અને બીપીએલ પરિવારોને સબસિડી તરીકે આપવામાં આવ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.