Western Times News

Gujarati News

આલિયા પોતાની ચૂંદડીમાં લગ્નની તારીખ અંકિત કરાવી છે

મુંબઇ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આખરે પતિ-પત્ની બની ગયા છે. ૧૪ એપ્રિલે આલિયા અને રણબીરે અંગત મિત્રો અને પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા. આલિયા અને રણબીરે બાંદ્રામાં આવેલા પોતાના ઘરની બાલ્કનીમાં લગ્ન કરીને નવા જીવનની શરૂઆત કરી છે. લગ્ન પૂરા થયા બાદ આલિયા ભટ્ટે પતિ રણબીર સાથેની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

તસવીરોમાં આલિયા ભટ્ટની આંગળીમાં મોટી ડાયમંડ રિંગ જાેવા મળે છે. ભલભલાને ઈર્ષ્યા થઈ આવે તેવી આલિયા ભટ્ટની ડાયમંડ રિંગ છે! આ તરફ આલિયાના પતિ રણબીર કપૂરે લગ્ન માટે પ્લેટિનમની સિમ્પલ વીંટી પર પસંદ કરી હતી. રણબીરની આંગળીમાં પ્લેટિનમની વીંટી જાેવા મળે છે.

લગ્ન માટે રણબીર અને આલિયાએ વ્હાઈટ-ગોલ્ડ લૂક પર પસંદગી ઉતારી હતી. આલિયાનો બ્રાઈડલ લૂક ખાસ્સો અલગ હતો. લહેંગાને બદલે એક્ટ્રેસે આઈવરી રંગની સાડી પર પસંદગી ઉતારી હતી. વાળમાં અંબોડો વાળવાને બદલે તેણે ખુલ્લા રાખ્યા હતા અને માથાપટ્ટી સાથે ટીકો પહેર્યો હતો. આલિયા ભટ્ટે હેવી નેકલેસ અને ઈયરિંગ્સ પહેરી હતી. એક્ટ્રેસની સાડીમાં પતંગિયાની પ્રિન્ટ જાેવા મળી હતી.

આલિયાના કલીરામાં પતંગિયા, તારા, વાદળો હતા ઉપરાંત પતિ રણબીર સાથે જાેડાયેલી એક ખાસ વસ્તુ હતી. રણબીર કપૂરનો લકી નંબર આઠ છે એ તો સૌ કોઈ જાણે છે. ત્યારે આલિયાએ પોતાના કલીરામાં પણ ‘૮’ નંબરને સ્થાન આપ્યું હતું.

માત્ર કલીરા જ નહીં એક્ટ્રેસના મંગળસૂત્રમાં પણ ૮ને ઈન્ફિનિટીની સાઈનની જેમ મૂકવામાં આવ્યો છે. આલિયાના સિમ્પલ મંગળસૂત્રમાં ઈન્ફિનિટીની સાઈને ધ્યાન ખેંચ્યું હતું. આલિયાએ જે ચૂંદડી ઓઢી હતી તેમાં લગ્નની તારીખ લખાવી હતી.

ડાયટ સબ્યા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં આલિયાની ઓઢણીમાં ‘ધ ફોર્ટિન્થ ઓફ એપ્રિલ ૨૦૨૨’ લખેલું વાંચી શકાય છે. આલિયા અને રણબીરે લગ્નમાં ફેમસ ડિઝાઈનર સબ્યસાચીના આઉટફિટ પહેર્યા હતા. આલિયા ભટ્ટની જ્વેલરી સબ્યસાચીના હેરિટેજ કલેક્શનમાંથી હતી.

આલિયાએ ડાયમંડનો અનકટ નેકલેસ, ઈયરિંગ્સ, બંગડીઓ અને કડા પહેર્યા હતા. આલિયાના વેડિંગ લૂકના ખૂબ વખાણ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પાંચ વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા બાદ આલિયા-રણબીરે લગ્ન કર્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.