Western Times News

Gujarati News

સોમવારથી રાજ્યમાં શરૂ થઈ, ગુજકેટની પરીક્ષા

Gujarat Univercity CCC exam cancelled

પ્રતિકાત્મક

ધો.૧૨ સાયન્સ બાદ ડિગ્રી એન્જીનીયરીંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ મેળવવા ગુજકેટની પરીક્ષા ફરજિયાત છે

અમદાવાદ, ગુજરાત સેકેંડરી એન્ડ હાયર સેકેંડરી એજ્યુકેશન બોર્ડ  આયોજિત થનાર ગુજરાત કોમ એંટ્રેંસ ટેસ્ટની પરીક્ષા ૧૮ એપ્રિલ ૨૦૨૨ ના રોજ રાજ્યભરમાં સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી યોજાશે. બોર્ડે પરીક્ષાને લઇએ સંપૂર્ણ તૈયારી કરે લીધી છે.

ધોરણ ૧૨ સાયન્સ બાદ ડિગ્રી એન્જીનીયરીંગ તેમજ ડિગ્રી / ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ મેળવવા ગુજકેટની પરીક્ષા ફરજિયાત છે. ગુજકેટ ૨૦૨૨ની પરીક્ષા સાયન્સના એ, બી અને એબી ગ્રુપના વિદ્યાર્થીઓ આપશે. રાજ્યભરમાં ૫,૪૬૧ બ્લોકમાં યોજાનાર પરીક્ષામાં ૧,૦૭,૬૯૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

જેમાં અમદાવાદ શહેરના ૯,૧૮૯ જ્યારે અમદાવાદ ગ્રામ્યના ૪,૯૮૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓને સાદા કેલક્યુલેટર અને પેન સિવાય કોઇપણ સાહિત્ય લઇ જવા દેવાશે નહી. ગુજકેટમાં ભૌતિક, રસાયણ, જીવ વિજ્ઞાન અને ગણિતના વિષયના પ્રશ્નો પૂછવામાં આવે છે.

સવારે ૧૦ થી ૧૨ દરમિયાન ભૌતિક અને રસાયણ વિજ્ઞાનનું ૪૦ – ૪૦ માર્કના ૧૨૦ મિનિટનું સંયુક્ત પેપર પૂછવામાં આવે છે. ભૌતિકશાસ્ત્રના ૧ માર્કના ૪૦ પ્રશ્નો અને રસાયણશાસ્ત્રમાં પણ ૧ માર્કના ૪૦ પ્રશ્નો પૂછાશે.

જીવવિજ્ઞાનની પરીક્ષા ૬૦ મિનિટમાં ૪૦ માર્કની લેવાશે એક – એક માર્કના ૪૦ પ્રશ્નો પૂછાશે. ગણિતની પરીક્ષા ૬૦ મિનિટમાં ૪૦ માર્કની લેવાશે એક – એક માર્કના ૪૦ પ્રશ્નો પૂછાશે. ગુજકેટની પરીક્ષા જે સેન્ટર પર હશે, એ સેન્ટર પર મધ્યસ્થ મૂલ્યાંકન કામગીરી એક દિવસ માટે બંધ રહેશે, જાે પરીક્ષા કેન્દ્ર પર અન્ય બિલ્ડિંગ હોય તો રાબેતા મુજબ જે તે શાળામાં મધ્યસ્થ મૂલ્યાંકન કામગીરી રાબેતા મુજબ ચાલુ રાખી શકાશે.

સોમવારના રોજ વલસાડ જિલ્લાના ૨૩ પરીક્ષા બિલ્‍ડીંગો ખાતે લેવાનાર ગુજકેટ પરીક્ષામાં જિલ્લાના કુલ-૫૩૬૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં એ (ગણિત)-ગ્રૂપના ૨૨૭૯, બી (જીવ વિજ્ઞાન) ગ્રૂપના ૩૦૪૭ અને એબી (ગણિત-જીવ વિજ્ઞાન મિશ્ર) ગ્રૂપના ૪૧ પરીક્ષાર્થીઓનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.