Western Times News

Gujarati News

CNG માં 45 દિવસમાં ૧૨.૫૦ રૂપિયા વધ્યાઃ ગરીબ અને મધ્યમ વર્ગની કમર તૂટી

પ્રતિકાત્મક

સીએનજી સહિત પેટ્રોલ-ડીઝલ, ખાદ્ય ચીજવસ્તુના ભાવમાં વધારો થતા ગરીબ અને મધ્યમ વર્ગની કમર તૂટી ગઈ છે

અમદાવાદ,  પેટ્રોલ-ડીઝલની જેમ હવે સીએનજીમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. ઝ્રદ્ગય્ના ભાવમાં ફરી એકવાર ૧ રૂપિયાનો વધારો નોંધાયો છે. અદાણીએ કરેલા આ ભાવ વધારા સાથે નવો ભાવ ૮૨ રૂપિયાને પાર થઈ ગયો છે.

એક તરફ રિક્ષાચાલકોના કેટલાક યુનિયનો દ્વારા હડતાર પર ઉતરીને ગેસ વધારાનો વિરોધ કરીને સરકારને આક્રામક રીતે વિરોધ નોંધાવવાની ચિમકી ઉચ્ચારી હતી. આમ છતાં ભાવ ઘટવા બદલે ફરી એકવાર વધારો થયો છે. એપ્રિલ મહિનામાં ત્રીજી વખત ભાવમાં વધારો ઝીંકાયો છે, જ્યારે દોઢ મહિનામાં ૧૨ રૂપિયા કરતા વધારેનો ભાવ વધારો થયો છે.

જ્યારે એપ્રિલ મહિનામાં જ ૮ રૂપિયાનો ભાવ વધારો અદાણી સીએનજી દ્વારા કરવામાં આવ્યો છે. આમ અલગ-અલગ રીતે અન્ય કંપનીઓ દ્વારા પણ ગેસના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે.

અદાણી ગ્રુપ દ્વારા ગેસના ભાવમાં ૧ રૂપિયાનો વધારો કરવામાં આવતા નવો ભાવ ૮૨.૫૯ રૂપિયા થઈ ગયો છે. એક તરફ શુક્રવારે રિક્ષાચાલકોના ૧૦ જેટલા યુનિયનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો

અને આગામી સમયમાં ગાંધીનગર સુધી સીએનજીના ભાવના વિરોધમાં રેલી કરવાની ચિમકી ઉચ્ચારી હતી તેના બીજા દિવસે ફરી એકવાર ગેસના ભાવમાં વધારો થયો છે. રિક્ષાચાલકો દ્વારા ગેસના ભાવમાં રાહત આપવાની સાથે મિનિમમ ભાડામાં વધારો કરવાની માંગ કરવામાં આવી રહી છે.

એપ્રિલ મહિનામાં કુલ ત્રણ વખત અદાણી સીએનજીના ભાવમાં વધારો થયો છે. જેમાં ૧ એપ્રિલે ૫ રૂપિયા, ૭ એપ્રિલે ૨ રૂપિયા અને ૧૬ એપ્રિલના રોજ ૧ રૂપિયાનો ભાવ વધારો થયો છે. આમ એપ્રિલમાં બે અઠવાડિયામાં થયેલા ૮ રૂપિયાના વધારા સાથે નવો ભાવ ૮૨.૫૯ રૂપિયા પહોંચી ગયો છે. આજ રીતે છેલ્લા દોઢ મહિનામાં ૧૨.૫૦ રૂપિયા જેટલો વધારો થયો છે.

જ્યારે જાન્યુઆરી મહિનાથી ૧૬ એપ્રિલ સુધીમાં કુલ ૭ વખત સીએનજીના ભાવમાં વધારો થયો છે અને તેની સાથે કુલ ૧૫ રૂપિયાનો ભાવ વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલ અને સીએનજીની સાથે ખાદ્ય વસ્તુઓના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, જેમાં શાકભાજીથી લઈને ખાદ્યતેલ સહિતનો સમાવેશ થાય છે. સતત થઈ રહેલા ભાવ વધારાના લીધે સામાન્ય અને ગરીબ વર્ગની કમર તૂટી ગઈ છે. તેમની આવક કરતા ખર્ચમાં વધારો થતા ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.