Western Times News

Gujarati News

હેલ્મેટ ફરજિયાત નથી કે શું ?’ હાઈકોર્ટનો સરકારને સવાલ

રસ્તે નીકળતા ટુ વહીલર ચાલકો હજુ પણ હેલ્મેટ પહેરતા નથી

હાઈકોર્ટએ સરકારને સવાલ કર્યો હતો કે હેલ્મેટના કાયદાનુ કડકાઇથી પાલન કેમ નથી કરવામાં આવી રહ્યું ?

અમદાવાદ,  આમ તો રાજ્યમાં ટ્રાફિકના નિયમો અને તેમાંય ટુ વહીલર પર હેલ્મેટના કાયદાનો અમલ નહિ થતો હોવાને લઇ હાઈકોર્ટએ તંત્રની કામગીરી પર હાલમાં જ નારાજગી વ્યક્ત કરી છે. છતાં હજુએ રસ્તા પર હેલ્મેટના નિયમનો અમલ જાેવા મળતો નથી. જાણે તંત્ર હાઈકોર્ટના આદેશને પણ ઘોળીને પી ગયુ હોય તેવું જાેવા મળી રહ્યું છે. હાઈકોર્ટનું કડક વલણ જાેતા નિયમોના કડક અમલવારીની ખાતરી આપવામાં આવી હતી. આ દ્રશ્ય છે અમદાવાદના રસ્તાઓનું.

આ તસવીરો જ કહી આપે છે કે અહીં રસ્તે નીકળતા ટુ વહીલર ચાલકો હજુએ હેલ્મેટ પહેરતા નથી. માત્ર શહેરનો રક વિસ્તાર નહિ અલગ અલગ વિસ્તારમાં રસ્તા પર આ સ્થિતિ જાેવા મળી રહી છે.

આ પ્રકારના દ્રશ્ય જાેઈને જ હાઈકોર્ટએ સરકારને સવાલ કર્યો હતો કે હેલ્મેટના કાયદાનુ કડકાઇથી પાલન કેમ નથી કરવામાં આવી રહ્યું ? હેલ્મેટ ફરજિયાત નથી કે શું ?’ જાેકે કોર્ટની નારાજગીના સુરને પગલે નિયમોનું કડક પણે પાલન કરવાની ખાતરી આપી હતી. પરંતુ ત્યારબાદ પણ રસ્તા પર હેલ્મેટના નિયમો પાળવામાં નથી આવી રહ્યા.

હજુએ લોકો બેફિકર થઈ હેલ્મેટ વગર જ રસ્તા પર ટુ વહીલર પર નીકળી રહ્યા છે. ટ્રાફિકના નિયમોની જાણે ઐસીતૈસી થઈ રહી છે. કોર્ટ સમક્ષ નિયમોનું પાલન કરાવવા માટેની ખાતરી આપવા છતાં રસ્તા પર ટુ વહીલર ચાલકોમાં નિયમોને લઈ કોઈ ડર જ ન હોય તેવા દ્રશ્ય શહેરના રસ્તા પર જાેવા મળી રહ્યા છે.

માત્ર હેલમેટ જ નહીં કેટલાક કિસ્સાઓમાં ટ્રાફિકના અન્ય નિયમો પણ પાલન થતું નથી છતાં કેમ પગલાં લેવામાં આવતા નથી તે સૌથી મોટો સવાલ છે. હાઈકોર્ટની નારાજગી છતાં નિયમોનું કડકાઈથી પાલન થતું નથી.

મહત્વનુ છે કે અકસ્માતની ઘટનાઓ નિવારવા હેલ્મેટનો કાયદો ફરજીયાત તો કરવામાં આવ્યો. પરંતુ લોકો તેમાં પણ છટકબારી શોધી રહ્યા છે. જાે ટ્રાફિક વિભાગ આ મામલે કડક નહિ થાય તો વાહનચાલકો આ પ્રકારે બેફિકર થઈને ફરશે અને નિયમોનું ઉલ્લંઘન થતું જ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.