Western Times News

Gujarati News

માંગની તુલનામાં સરકારે નવો ગેસ સપ્લાય મર્યાદિત કર્યો

ડોમેસ્ટિક ફિલ્ડમાંથી ગેસની ફાળવણી ઘટી જવાના કારણે ઓપરેટરોએ હવે ઉંચા ભાવે ગેસ ખરીદવો પડે છે

અમદાવાદ,  નેચરલ ગેસની ફાળવણી પર સરકારે અંકુશ મુક્યા છે અને નવી ફાળવણી સ્થગિત કરી દીધી છે. તેના કારણે CNG અને PNG ભાવમાં વધારો થયો છે. આ ઉપરાંત સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સ (CBG) માટે બે લાખ કરોડનું રોકાણ લાવવાની યોજના છે જેને હમણાં આંચકો લાગી શકે છે.

સૂત્રોએ જણાવ્યું કે ડોમેસ્ટિક ફિલ્ડમાંથી નેચરલ ગેસની નવી ફાળવણી બંધ કરી દેવાઈ છે. કેન્દ્રિય કેબિનેટે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન (સીજીડી) સેક્ટરને નો કટ પ્રાયોરિટી હેઠળ ૧૦૦ ટકા ગેસ સપ્લાય આપવાની મંજૂરી આપી હતી છતાં અત્યારનો સપ્લાય માર્ચ ૨૦૨૧ના સ્તરે છે.

આ ઉપરાંત છ મહિનાની એવરેજ પર ગેસ સપ્લાય આપવાના કારણે સીજીડી કંપનીઓની ચિંતા વધી છે. ઝ્રય્ડ્ઢ ઓપરેટરોએ ઓઈલ મંત્રાલયને વિનંતી કરી છે કે બે મહિનાની એવરેજ હેઠળ નોન કટ કેટેગરી હેઠળ આ સેક્ટરને ગેસનો પૂરવઠો આપવામાં આવે.

કારણ કે આટલો સપ્લાય મળે તો જ સીએનજી અને ઘરે પહોંચાડવામાં આવતા પીએનજીનો પૂરવઠો ચાલુ રાખી શકાશે. પરંતુ છેલ્લા એક મહિનાથી સરકારે સપ્લાય વધાર્યો નથી તેના કારણે સીએનજી અને પીએનજીના ભાવ વધી ગયા છે.

ગેસની ફાળવણીની અછત તો છે જ, આ ઉપરાંત CNG અને PNG માટે LPG ગેસનો ભાવ પણ ૨.૯૦ ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટથી ૧૦૦ ટકા વધારીને ૬.૧૦ ડોલર પ્રતિ યુનિટ કરવામાં આવ્યો છે.

ડોમેસ્ટિક ફિલ્ડમાંથી ગેસની ફાળવણી ઘટી જવાના કારણે ઓપરેટરોએ ડોમેસ્ટિક રેટ કરતા ઓછામાં ઓછા છ ગણા ભાવે લિક્વિફાઈડ નેચરલ ગેસની આયાત કરવી પડે છે. તેના કારણે સીએનજીના ભાવમાં ૬૦ ટકાનો વધારો થયો છે. જ્યારે પીએનજીના ભાવમાં ૩૩ ટકાની આસપાસ ભાવ વધ્યો છે.  સીએનજીના ભાવમાં કિલોદીઠ ૨૮ રૂપિયાનો વધારો થયો છે.

સૂત્રોએ કહ્યું કે આના કારણે સમગ્ર  સેક્ટર આર્થિક રીતે ટકી શકશે કે નહીં તેની ચિંતા પેદા થઈ છે. આ સેક્ટરમાં બે લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના છે. પરંતુ આ રીતે ગેસની અછત રહેશે તો રોકાણ કરવું મુશ્કેલ બનશે.

જે વિસ્તારોમાં ઇમ્પોર્ટેડ એલએનજી પૂરો પાડવામાં આવશે ત્યાં ગેસ કિલો દીઠ ૧૦૦થી ૧૦૫ રૂપિયામાં પડશે જ્યારે દિલ્હીમાં ગેસનો ભાવ રૂ. ૭૧.૬૧ પ્રતિ કિલો અને મુંબઈમાં ગેસનો ભાવ રૂ. ૭૨ પ્રતિ કિલો છે. આ બે શહેરોમાં ૭૦ ટકા જરૂરિયાત સ્થાનિક ગેસ દ્વારા પૂરી કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.