Western Times News

Gujarati News

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો સુરત પ્રવાસ કયા કારણથી રદ્દ કરાયો

સુરત,  દેશની સૌ પ્રથમ Smart City સમિટનું ઉદ્‌ઘાટન સુરત ખાતે થનાર છે. આ કાર્યક્રમમાં CM ભુપેન્દ્ર પટેલ હાજર રહેવાના હતા. જાે કે, અચાનક મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો સુરત પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. તેઓ સોમવારે સુરતમાં યોજાનાર સ્માર્ટ સીટી સમિટનું ઉદ્‌ઘાટન કરવાના હતાં.

જાે કે હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ રીતે જાેડાશે.  સીએમનો સુરત પ્રવાસ કેમ રદ્દ થયો તે અંગે માહિતી સામે આવી નથી.નોંધનિય છે કે, આ સ્માર્ટ સીટી સમિટ ત્રણ દિવસ યોજવાની છે. બ્રિટનના વડાપ્રધાન Boris Johnson ભારતના વડાપ્રધાન મોદીના આમંત્રણ પર ૨૧ એપ્રિલના રોજ ભારત પ્રવાસ પર આવશે.

વડાપ્રધાન તરીકે બોરિસનો આ પ્રથમ ભારત પ્રવાસ છે. તેઓ પોતાના પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરશે. અહી બોરિસ જાેનસન રોકાણ અને વ્યાપારીક સંબંધો પર અનેક ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરશે. ત્યારબાદ બ્રિટનના વડાપ્રધાન આગામી દિવસે એટલે કે ૨૨ એપ્રિલના રોજ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે.

બ્રિટિશ વડાપ્રધાનની આ યાત્રાને યુકેની નવી ઇન્ડોપેસેફિક નીતિ સાથે જાેડવામાં આવી રહી છે. નોંધનીય છે કે બ્રિટનમાં વસેલા ભારતીય –બ્રિટિશ નાગરિકોમાંથી અડધાથી વધુ ગુજરાતી મૂળના છે. જેના કારણે તેઓ ભારત પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ અગાઉ મેચ ૨૦૨૧માં બંન્ને નેતાઓ વચ્ચે વર્ચ્યુઅલી બેઠક થઇ હતી અને ૨૦૩૦ના રોડમેપ પર વાત થઇ હતી. આ રોડમેપ સ્વાસ્થ્ય, જળવાયુ, વ્યાપાર, શિક્ષણ, સાયન્સ અને ટેકનોલોજી અને સંરક્ષણમાં યુકે અને ભારતના સંબંધો માટે એક રૂપરેખા તૈયાર કરે છે.

બેઠક દરમિયાન બંન્ને દેશોના સંબંધોની સ્થિતિ માટે વ્યાપક રણનીતિક ભાગીદારી વધારવા પર સહમત થયા હતા. વ્યાપાર કરારની ચર્ચા વચ્ચે આ વર્ચ્યુઅલ બેઠકના મહત્વના પરિણામોમાં બંન્ને દેશો વચ્ચે વ્યાપારને ૨૦૩૦ સુધી ડબલ કરવા પર સહમતિ સધાઇ હતી. વર્તમાનમાં બ્રિટન અને ભારત વચ્ચે વાર્ષિક વ્યાપાર લગભગ ૨૩ બિલિયન પાઉન્ડ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.