Western Times News

Gujarati News

ભારતમાં COVID-19 નાં અઠવાડિક કેસમાં ૩૫% નો ઉછાળો નોંધાયો

નવી દિલ્હી, સતત ૧૧ અઠવાડિયાથી Covid-19 નાં કેસ ઘટ્યા બાદ ભારતમાં કોરોનાનાં નવાં કેસની સંખ્યામાં ૩૫%નો વધારો થયો છે. દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશે દિલ્હીની નજીકનાં જિલ્લામાં કોરોના સંક્રમણનાં નવાં કેસમાં સર્વાધિક વૃદ્ધિ કરી છે.

જાેકે, કોરોનાનાં કૂલ કેસની સંખ્યા હવે ઘઠી છે અને અત્યાર સુધીમાં Covid-19નાં કેસની સંખ્યામાં પણ ઘટાડો છે અને હાલમાં સંક્રમણનાં નવાં કેસમાં વૃદ્ધિ ઉપરનાં ત્રણ રાજ્યો સુધી જ સીમિત છે. ભારતે રવિવાર (૧૧-૧૭ એપ્રિલ)નાં પૂર્ણ થતાં અઠવાડિયામાં કોરોના સંક્રમણનાં આશરે ૬,૬૧૦ નવાં કેસ નોંધાયા છે.

જે આ પહેલાંનાં અઠવાડિયે ૪,૯૦૦ હતાં. કેરળનાં આંકડા જાેડીએ તો ગત અઠવાડિયામાં કોરોના સંક્રમણનાં આશરે ૭,૦૧૦ નવાં કેસ સામે આવ્યાં હતાં. કેરળે હાલનાં અઠવાડિયાથી કોવિડ ડેટા જાહેર કરવાનું બંધ કરી દીધું છે. ગત અઠવાડિયે (૪-૧૦ એપ્રિલ)માં કેરળમાં કોરોના પોઝિટિવનાં ૨,૧૮૫ નવાં કેસ આવ્યાં હતાં.

જે દેશમાં કૂલ નવાં Covid-19 કેસનાં ત્રીજા ભાગનાં હતાં. દેશમાં કોરોના વાયરસ સંક્રમણથી થતા મોતમાં ઘટાડો ચાલુ છે. આ અઠવાડિયા દરમિયાન ફક્ત ૨૭નાં મોત થયા છે જે ૨૩-૨૯ માર્ચ બાદથી ૨ વર્ષમાં સૌથી ઓછા છે. આ પહેલાનાં અઠવાડિયામાં ૫૪ લોકોનાં મોત થયા હતાં.

જેમાંથી ૧૩ કેરળમાં હતાં. સંક્રમણમાં વૃદ્ધિ વાળા તમામ ત્રણ રાજ્યોમાં એક અઠવાડિયાની અંદર નવાં કેસ બમણાથી અધિક જાેવા મળ્યાં છે. દિલ્હીમાં નવાં કેસની અત્યાર સુધીની સૌથી અધિક સંખઅયા ૨,૩૦૭ જાેવા મળી છે. જે ગત ઠાડિયાનાં ૯૪૩ની સરખામણીએ ૧૪૫% વધુછે.

દેશમાં રિપોર્ટ થયેલાં તમામ કેસમાં ત્રીજા ભાગથી વધુ દિલ્હીમાં જાેવા મળ્યાં છે. હરિયાણામાં આ અઠવાડિયે કેસ વધીને ૧,૧૧૯ થઇ ગયા છે. જે ગત અઠવાડિયે ૫૧૪ હતાં. ૧૧૮%નો વધારો નોંધાયો છે. ઉત્તર પ્રદેશને સંક્યામાં ગત અઠવાડિયે ૨૨૪થી વિપરીત છે.

આ અઠવાડિયે ૫૪૦ કેસની સાથે સાથે ૧૪૧%નો વધારો નોંધાયો છે. બંને રાજ્યોમાં કોરોના સંક્રમણનાં મહત્તમ નવાં કેસ દિલ્હીની નજીક આવેલાં NCR શહેરોમાં જેમ કે, ગુરુગ્રામ, નોયડા અને ગાઝિયાબાદમાં સામે આવી રહ્યાં છે. અન્ય જગ્યા પર કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનમાં અઠવાડિક કેસમાં ઘટાડો જ છે. ગુજરાતમાં ગત અઠવાડિયાની સરખામણીએ કોરોના સંક્રમણનાં નવાં કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે.

રાજ્યમાં આ અઠવાડિયે ૧૧૦ નવાં કેસ દાખલ થયા છે. જ્યારે ગત અઠવાડિયે ૧૧૫ નવાં કેસ નોંધાયા હતા. રાજસ્થાનમાં સામાન્ય વૃદ્ધિ થઇ અને ગત અઠવાડિયે ૬૭ની સરખામણીએ આ અઠવાડિયે ૯૦ કેસ સામે આવ્યાં છે. ૧૭-૨૩ જાન્યુઆરીમાં કોરોનાની ત્રીજી તરંગની ટોચથી, દેશમાં સાપ્તાહિક કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

આ અઠવાડિયે ચેપમાં વધારો થયો હોવા છતાં, ભારતમાં Covid-19 કેસની કુલ સંખ્યા લગભગ બે વર્ષ પહેલાના સ્તરે રહી છે, જ્યારે દેશનું લોકડાઉન શરૂ થયું હતું. ઉત્તરના ત્રણ રાજ્યોમાં કોવિડ-૧૯ના કેસમાં વધારો થવાને કારણે દેશમાં વાયરસના સક્રિય કેસ ૧૨,૦૦૦ની આસપાસ પહોંચી ગયા છે. આ અગાઉના સપ્તાહની સરખામણીએ લગભગ ૧૦૦૦ નો વધારો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.